<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 11 જાન્યુઆરીએ રોજ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવનું આયોજન થનાર છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટર  કચેરી ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી

 

(1:01 AM IST)