<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

મોરબીની યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતા શિવમ અંબાલીયાને બે ગોલ્ડ મેડલ મળ્યા.

શિવમ અંબાલીયાને સ્કૂલ ગેમમાં બે ગોલ્ડ મેડલ મળતા સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, કલાસ ટીચર અને સાથી વિદ્યાર્થી મિત્રો સહિત પરિવારજનોએ અભિનંદન આપ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનિક સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુનિલ સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ સ્પોર્ટ્સ ડેમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. સ્કૂલ પ્રસાશન અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે વિદ્યાર્થીઓ માં રમતો પ્રત્યે રુચિ વધે છે.

આ વર્ષે આયોજિત સ્પોર્ટ્સ ડે માં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ વિવિધ રમતો માં ભાગ લીધો હતો. યુનિક સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા શિવમ રાજેશભાઇ અંબાલીયા એ ચેસમાં ભાગ લીધો હતો અને તેમ તે પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું સાથે સાથે શિવમ અને તેના મિત્રોએ ટગ ઓફ વોર એટલે કે રસ્સા ખેંચમાં પણ ભાગ લીધો હતો જેમાં તેમની ટિમ પ્રથમ નંબરે આવી હતી.
જેના કારણે તેમાં પણ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શિવમ અંબાલીયાને સ્કૂલ ગેમમાં બે ગોલ્ડ મેડલ મળતા સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, કલાસ ટીચર અને સાથી વિદ્યાર્થી મિત્રો સહિત પરિવારજનોએ અભિનંદન આપ્યા હતા. બાળકોમાં ખેલ ભાવના વિકસે અને રમતો પ્રત્યે રુચિ વધે તે હેતુથી યુનિક સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવે છે. આવા આયોજનો સફળ થાય તેની પાછળ સ્કૂલની અથાગ મહેનત હોય છે.

(1:20 AM IST)