News of Friday, 2nd January 2026
ધ્રોલ એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટનાં શિક્ષણ સંવાહક હંસાબેન મહેતાનું અવસાનઃ સોમવારે શ્રધ્ધાંજલી સભા
ધ્રોલ પંથકની દિકરીઓ માટે આખુ જીવન સમર્પિત કરી દીધુ'તુ

(સંજય ડાંગર-હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર :.. સંસ્થાના શિક્ષણ જીવ અને સમગ્ર જીવન ધ્રોલ પંથકની દીકરીઓ માટે ખર્ચી નાખનાર ધ્રોલ એમ. ડી. એજયુકેશન ટ્રસ્ટના શ્રી હંસાબેન મહેતાનું તા ૧/૧/૨૦૨૬ અને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે
કરૂણા જેના હૃદયમાં હતી ,પરોપકાર જેના પગલામાં હતો ,કોઈના દુઃખે દુઃખી કોઈના સુખે સુખી જેમનો મંત્ર હતો એવા પુણ્ય વ્યક્તિના પુણ્ય આત્માની શાંતિ માટે શ્રીએમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલના ચેરમેન ધર્મેશભાઈ મહેતા ની અધ્યક્ષતામાં શ્રદ્ધાંજલિ સભા તા ૫/૧/૨૬ સોમવાર ના રોજ સવારે ૧૧ થી ૧૨ : શ્રીએમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ , દરબારગઢ , મુ ધ્રોલ (જિ. જામનગર ) ખાતે યોજાયેલ છે.
ધ્રોલમા એકલા હાથે બે મહીલાઓએ શિક્ષણનો પાયો નાખી વટવળક્ષ બનાવનાર એમ.ડી. મહેતા શૈક્ષણીક સંકુલ ઉભું કરનાર સુધાબેન ખઢેરીયાના સાથી અનેસ્ત્રી ‘શિક્ષણ તપસ્વી' હંસાબેન મહેતાનું નિધનઃ દીકરીઓના શિક્ષણ કાજે આજીવન અપરિણીત રહી ૫૩ વર્ષ સુધી આપી સેવા
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંસ્ત્રી શિક્ષણની મશાલ જલાવનાર અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના આત્મા સમાન શિક્ષણ સંવાહક શ્રી હંસાબેન મહેતાનું તા. ૦૧/૦૧/૨૦૨૬ અને ગુરુવારના રોજ ૮૨ વર્ષની વયે તેમના વતન ગોંડલ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. મૂળ ગોંડલના વતની એવા હંસાબેને ધ્રોલ પંથકની દીકરીઓના શિક્ષણ માટે તેઓ આજીવન અપરિણીત રહ્યા અને હજારો વિદ્યાર્થીનીઓના જીવનમાં માતળત્વની હૂંફ સાથે શિક્ષણનો ઙ્કકાશ પાથર્યો હતો.
વર્ષ ૧૯૭૨માં જ્યારે ધ્રોલ પંથકમાં કન્યા શૈક્ષણીક સંકુલનો પાયો નાખવામાં આવ્યો અને એમ. ડી. મહેતા ગર્લ્સ સ્કૂલની સ્થાપના થઈ, ત્યારથી જ હંસાબેન મહેતા અને શ્રી સુધાબેન ખંઢેરીયાની જોડીએ એક મિશનરી ભાવનાથી કામ શરૂ કર્યું હતું. આ બંને કર્મઠ બહેનોએ ખભેખભા મિલાવીને સતત ૫૩ વર્ષ સુધી આ સંસ્થાને પોતાના પરસેવાથી સીંચી હતી. હંસાબેન વયમર્યાદાને કારણે નિવળત્ત થયા હોવા છતાં, તેમનો આત્મા સંસ્થામાં જ વસતો હતો અને છેલ્લા શ્વાસ સુધી તેઓ સંસ્થાના ઉત્કર્ષ માટે માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેઓ પોતાના વતન ગોંડલ ખાતે રહેતા હતા, જ્યાં ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેમના હૃદયમાં દીકરીઓ માટે અપાર કરુણા હતી અને પરોપકાર જેમના પ્રત્યેક ડગલામાં વણાયેલો હતો,
આ પુણ્યશાળી આત્માની શાંતિ અર્થે અને તેમને ભાવભીની અંજલિ આપવા માટે શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતાની અધ્યક્ષતામા તા.૦૫/૦૧/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકે શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, દરબારગઢ, મુ. ધ્રોલ (જિ. જામનગર) ખાતે શ્રધધાજલી સભા રાખવામાં આવી છે.
સંસ્થાના પરિવારજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને નગરજનોને આ સભામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને આદરાંજલિ અર્પવા એક યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે શ્રી સુધાબેન ખંઢેરીયા (મો. ૯૮૨૫૦ ૭૮૫૫૦) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. (પ-૧૪)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
