News of Friday, 2nd January 2026
ગોંડલના સુલતાનપુર પાસે બાઇક સ્લીપ થતાં દેવડા ગામના ઘનશ્યામભાઇ ગોંડલીયાનું મોત
૬૫ વર્ષિય ખેડુત સુલતાનપુરથી ઘરે આવતા હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારે મોભી ગુમાવ્યા છે. ગોંડલના સુલતાનપુર નજીક બાઇક સ્લીપ થઇ જતાં દેવડા ગામના ખેડુત વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે.જાણવા મળ્યા મુજબ ગોંડલના દેવડા ગામે રહેતાં ઘનશ્યામભાઇ વાલજીભાઇ ગોંડલીયા (ઉ.વ.૬૫)૩૧મીએ સાંજે બાઇક હંકારી નજીકના સુલતાનપુર ગામે કામ સબબ ગયા હતાં. ત્યાંથી સાંજે સાતેક વાગ્યે પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે સુલતાનપુર દેવડા વચ્ચેના રસ્તા પર બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ, વડીયા, જુનાગઢ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુલતાનપુર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ઘનશ્યામભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. (૧૪.૫)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
