News of Friday, 2nd January 2026
ગોંડલના યુવાન સાથે ૧.૩૭ કરોડની છેતરપીંડી
એકસ્પોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં ૪ ટકા નફો આપીશુ તેવી લાલચ આપી શિશામાં ઉતાર્યાઃ સુરતના સોનલબેન દુધાત્રા તેના પતિ ઉર્વીષ પટેલ તથા ગોંડલના ઉત્સવ દુધાત્રા સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., રઃ ગોંડલના યુવાન સાથે એકસપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં ૪ ટકા નફો આપવાની લાલચ આપી ૧.૩૭ કરોડની છેતરપીંડી થતા સુરતની મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ રવિભાઇ કેશવભાઇ રામોલીયા (ઉ.વ.૩૧) ધંધો પ્રા.નોકરી રહે. ગોંડલ, ગુંદાળા રોડ જય સરદાર રેસીડેન્સી સીયા શીવમ કોમ્પલેકસની બાજુમાંએ આરોપી (૧) સોનલબેન જગદીશભાઇ દુધાત્રા તથા (ર)ઉર્વીષ પટેલ રે. બંને સુરત અને (૩) ઉત્સવ જગદીશભાઇ દુધાત્રા રે. ગોંડલ ગાયત્રીનગર સામે ગોંડલ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા સોનલબેન જગદીશભાઈ દુધાત્રા રીપ્પી ઈકવીપમેન્ટ કંપનીમા સને-૨૦૧૮ મા સાથે નોકરી કરતા હતા. સને-૨૦૧૯ ના વર્ષમાં આ સોનલબેન દુધાત્રા રીધ્ધી ડિસ્પ્લે ઈકવીપેમેન્ટ કંપનીમાંથી નોકરી છોડી બીજી કંપનીમા જતા રહેલ હતા અને નોકરી છોડયા બાદ મારે તેમને સાથે અવાર નવાર ફોનમાં વાતચીત થતી હતી. અને સને-૨૦૨૦ મા આ સોનલબેન એક દીવસ ફરિયાદીના ઘરે આવેલ અને મને તથા મારા બાપુજીને વાત કરેલ કે હું તથા મારો ભાઈ ઉત્સવ અમે બન્નેએ ગોંડલમાં એકસપોર્ટ ઇમ્પોર્ટનું ચાલુ કરેલ છે અને અમને ૮ થી ૧૦ ટકા જેવુ પ્રોફીટ મળે છે. પરંતુ હાલે અમારી પાસે પૈસા નથી તમે રોકાણ કરો તો અમે તમને ૪% નફો આપશુ જેથી મે આ સોનલબેનના કહેવા થી રૂ.૧/- લાખ રોકાણ કરેલ બાદ ત્રણ મહીના સુધી માસીક ૪% લેખે સમયસર નફો આપેલ અને સોનલબેને કહેલ કે ત મે રોકાણ વધારો જેથી હું રોકાણની રકમ વધારતો ગયો અને ધીરે ધીરે એકાદ વર્ષમા મે રૂ.૨૫,૦૦,૦૦૦/- લાખ જેટલું રોકાણ કરેલ ત્યારે પણ મને સમયસર ૪્રુ નફો આપેલ અને જે બાદ આ સોનલબેન પટેલે મને જણાવેલ કે તમે વધારે સે કાણ કરશો તો તમને વધારે નફો મળશે તેમ મને કહેલ જેથી મે આ વાત મારા બાપુજીને કરતા મારા બાપુજીએ હા પાડતા મે અમારૂ મકાન તથા એક શેડ વેચી પાછા રૂ. ૬૦,૦૦,૦૦૦/-(સાઈઠ લાખ રૂપીયા) આ સોનલબેન તથા તેના ભાઇ ઉત્સવને આપેલ બાદ આ સોનલબેને મને કહેલ કે તમે હજી થોડુ વધારે રોકાણ કરો અમે તમને એકી સાથે પ્રોફીટ આપી દેશ જેથી મે રૂ.૧૫ લાખ મારા બનેવી પાસે થી તથા ૧૫ લાખ રૂપીયા મારા સાઢુભાઈ પાસે થી લઈ પાછુ રૂ.૩૦,૦૦, ૦૦૦/- લાખ નુ રોકાણ કરેલ બાદ અમારી પાસે એક પ્લોટ હોય તે વેચીને પાછા રૂ.૩૦,૦૦,૦૦૦/- લાખ આપેલ જે ત મામ રકમ મે કટકે કટકે આપેલ હતી અને બાકીના પૈસા મે મારી અંગત બચતના ભેગા કરેલ હોય તે ધીમે ધીમે આ લોકો ને આપેલ અને આ તમામ રકમ સને ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી આપેલ હતી.
સોનલબેનના લગ્ન બાદ તેના પતિ ઉર્વીસભાઇ પણ આ ધંધામા સાથે સામેલ થયા હતા અને સને ૨૦૨૧ થી ૨૦૨૩ સુધી આ બન્ને જણા દુબઈ જતા રહેલ હતા અને ત્યાંથી જ એકસપોર્ટ ઇમ્પોર્ટનો બીઝનેસ કરતા હતા અને ભારતની અંદર તેનો ભાઈ ઉત્સવ આ લોકોનો વહીવટ સંભાળતો હતો. સોનલબેનના ભાઇ ઉત્સવે ગોંડલમાં રીલાયન્સ પંપની બાજુમા આવેલ તુલશી લ તુલશી સ્કવેર કોમ્પ્લેક્સમા મા ઓફીસ નં.૩૦૭ મા મા કર્તવ્ય ઇન કોર્પોરેશન નામથી ઓફીસ પણ ખોલેલ હતી અને આ ઓફીસ ઉત્સવ સંભાળતો હતો. અને મે આ લોકોની પેઢીમા રોકેલ કુલ કુલ રૂ. .૧,૩૭,૪૮,૪૦૦/-માથી રકમના નફા પેટે રૂ. ૬૦,૧૧,૧૪૧/- મને સને-૨૦૨૩ ૨૩ સુધીમા પરત કરેલ હતા અને જે બાદ આ લોકો મને નફો આપત ફ્રો આપતા ન હોય કે મે કરેલ રોકાણ પરત કરતા ન હોય જેથી હુ તેમને અવાર નવાર મારા રૂપીયા પરત આપવા કહેતા આ લોકો મને વાયદા આપતા હોય જેથી મે પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા આ લોકોએ મને ધમકી આપેલ કે જો પોલીસ ફરીયાદ કરશો તો તમારા રૂપીયા ભુલી જજો.
આમ આરોપી સોનલ જગદીશભાઈ પટેલ તથા તેનો ભાઈ ઉત્સવ જગદીશભાઈ પટેલે મારી તથા બીજા માણસો પાસે થી પૈસા પડાવવા માટે કર્તવ્ય ઇન કોર્પોરેશન નામથી એકસપોર્ટ ઈમ્પોર્ટ ની પેઢી ચાલુ કરી બાદ આ સોનલબેનના પતિ પણ આ પેઢીમા જોડાઈ અને આ લોકોએ સાથે મળી પૈસા પડાવવા મને તેની પેઢીમા રોકાણ કરવાનુ કહી માસીક ૪% નફો આપવાની લાલચ આપી સને ૨૦૨૦ થી ૨૦૨૩ સુધીમા મારી પાસે થી રૂ. ૧,૩૭,૪૮,૪૦૦/- પડાવી લઇ છેતરપીંડી કરી હતી.આ ફરીયાદ અન્વયે ગોંડલ બી ડિવીઝન પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.(૨.૧૧)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
