<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વઢવાણના નાના મઢાદ ગામમાં ભુલથી એસિડ પી જતાં કિરણબેન રતનનું મોત

રાજકોટની હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડયોઃ સાત વર્ષનો દિકરો મા વિહોણો થયો

 

રાજકોટ તા. ૨: વઢવાણના નાના મઢાદ ગામે રહેતાં કિરણબેન કમલેશભાઇ રતન (ઉ.વ.૨૭) નામના પરિણીતાએ ૩૦મીએ બપોરે ભુલથી એસિડ પી લેતાં ઝેરી અસર થતાં સુરેન્‍દ્રનગરની હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ. બી. ચાવડાએ જરૂરી કાર્યાવહી કરી હતી. મૃત્‍યુ પામનાર કિરણબેનના પતિ કમલેશભાઇ રતન ટ્રાન્‍સપોર્ટનું કામ કરે છે. સંતાનમાં સાત વર્ષનો એક દિકરો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ કહ્યું હતું કે કિરણબેનને શરદી ઉધરસ થયા હોઇ કફ શીરપની બોટલ મંગાવી હતી. તેમાંથી શીરપ પીવાને બદલે ભુલથી એસિડ પી ગયા હતાં. વધુ તપાસ સુરેન્‍દ્રનગર પોલીસ કરશે. (૧૪.૫)

(1:43 PM IST)