<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

પરસોતમભાઇ સોલંકી : હીરાભાઇ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજ હર્ષ સંઘવીને રજૂઆત કરશે

લોકસાહિત્‍યકાર માયાભાઇ આહીરના વાયરલ વિડીયો બાદ વિવાદ વધ્‍યો : ઇજાગ્રસ્‍ત યુવકને ન્‍યાય આપવા માંગણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર : લોકસાહિત્‍યકાર માયાભાઇ આહીરના વાયરલ વીડિયો પ્રકરણમાં મોટો ધડાકો થયો છે.પુત્ર જયરાજ આહીર પર દાદાગીરીનો આરોપ હતો.જેથી લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્‍યો છે.માયાભાઇનો વીડિયો વાયરલ થયા બાદ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર શખ્‍સ પર હુમલાની વાત મુદ્દે  વિવાદ સર્જાયો હતો.

બગદાણાના આશ્રમમાં મેનેજીંગ ટ્રસ્‍ટી શબ્‍દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર અજાણ્‍યા શખ્‍સો દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હતો.

માયાભાઇ આહિરનો વીડિયો વાયરલ થયા બાદ  વિવાદ સર્જાયો છે.ઝક્કલ્‍ભ્‍ રીમા ઝાલાએ જણાવ્‍યું હતું કેનવનીતભાઈ ઉપર ૮ અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કર્યો હતો. CCTV-હ્યુમન સોર્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છો. નાજુભાઈ કામળિયાની પોલીસે અટકાયત છે.નાજુભાઈ કામળિયા દારૂના ધંધા સાથે સંકળાયેલા છે.પોલીસને બાતમી આપવાની શંકાને લઈને નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્‍યો હતો.હાલ તમામ ઘટનાઓને ધ્‍યાને રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી માયાભાઈ કે તેમના પુત્ર સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્‍યું નથી.

બગદાણાના નવનીતભાઈ પર અજાણ્‍યા શખ્‍સોએ  હુમલો કરતા ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકીએ હોસ્‍પિટલમાં પીડિત સાથે મુલાકાત કરી હતી. ગુજરાત રાજ્‍યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ ફોન પર નવનીતભાઈ સાથે વાત કરી હતી.હીરાભાઈ સોલંકીએ પણ મંત્રી પરશોત્તમભાઈ સોલંકી  વાત કરી હતી. સોમવારે ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીને મળવાનું છે.તમે જ્‍યા હોવ ત્‍યાંથી સોમવારે આવવાનું છે.હું ધારાસભ્‍ય અને બધાને લઈને આવું છું, ભાઈ.સમાજના દીકરાને ન્‍યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે તેમ હીરાભાઈ  સોલંકીએ જણાવ્‍યું છે.

આજે ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનો હોસ્‍પિટલ ખાતે ગયા હતા અને ૨ દિવસ પહેલા બગદાણાના સરપંચ પર થયો હતો હુમલો સરપંચ નવનીતભાઈ પર હુમલો થતા વિવાદ વકર્યો હતો.

થોડી વાર પહેલા જ હીરાભાઈ સોલંકીએ  પીઆઈની બદલીની કરી હતી વાત.બગદાણાના  પીઆઈ ડી.વી ડાંગરની બદલી ભાવનગર લ્‍ભ્‍ નિતેશ પાંડેયએ કરી છે.પીઆઇ ડી.વી ડાંગરને લિવ રિઝર્વ ઉપર મુકાયા છે.

બગદાણાના સરપંચ ના દિયર અને ગામના કાર્યકર્તા પર થયેલ હુમલો, હુમલાનો બનાવેલ વિડિઓ, સોશીયલ મીડિયા મા ઇજાગ્રસ્‍ત નવનીતભાઈ બાલધિયા દ્વારા કરવામાં આવેલ આરોપ અને ત્‍યારબાદ પોલીસ દ્વારા જયરાજભાઈ આહીર ની હુમલા બારામાં કયાંય સંડોવણી ન હોવાનો કરાયેલ ખુલાસા સહિતના વિડિઓ તળાજા પંથકમા સોસીયલ મીડિયા ના અલગ અલગ પ્‍લેટફોર્મ પર ખૂબ જ વ્‍યાપક પ્રમાણમા વાયરલ થયા છે.

 તળાજા વિસ્‍તારમા જેટલો જનસમૂહ છે તે જનસમૂહની આશરે ચાલીસેક ટકા વસ્‍તી કોળી સમાજની છે.આથી બગદાણાના નવનીતભાઈ બાલધીયા પર થયેલા હુમલા ના વાયરલ વિડિઓ ના જિલ્લામા સૌથીવધુ રોષ સાથેના ઘેરા પડઘા તળાજા પંથકમા પડ્‍યા છે.જેને લઇ આજે તળાજા ના ધારાસભ્‍ય ગૌતમભાઈ ચૌહાણ પણ મહુવા ખાતે કોળી સમાજ એકઠો થયો હોય દોડી ગયા હતા.

 તેઓએ ટેલિફોનિક વાતમા જણાવ્‍યું હતુ કે આવી ઘટના માત્ર કોળી સમાજ જ નહીં કોઈપણ સમાજના વ્‍યક્‍તિ સાથે બનવી જોઈએ નહીં. માર મારવા નો જે વિડિઓ સામે આવ્‍યો છે તે ઘૃણા ઉપજાવે તેવો વિડિઓ છે. આ બાબતે સંપૂર્ણ ન્‍યાય મળવો જોઈએ તેવી તેઓએ લાગણી દર્શાવી ઉમેર્યું હતુંકે પરષોત્તભાઈ સોલંકી એ કોળી સમાજના ધારાસભ્‍યો અને આગેવાનો ને સોમવારે ફોન કરી ને ગાંધીનગર બોલાવ્‍યા છે.અમો પણ જવાના છીએ.સોસીયલ મીડિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે.કોઈખરાબ વસ્‍તુ ન ચાલે તેવી પણ તેઓએ લાગણી વ્‍યક્‍ત કરી હતી.

(12:06 PM IST)