News of Friday, 2nd January 2026
માવઠાના ત્રીજે'દિ ઠંડી વધી : ગિરનાર ૯.૧, નલીયા ૧૦.૮ ડિગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર ટાઢોડુ છવાયુ : જો કે બપોરે ગરમી યથાવત

રાજકોટ તા. રઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું વરસ્યાના આજે ત્રીજા દિવસે ઠંડીમાં વધારો નોંધાયો છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે આજે ગીરનાર ઉપર ૯.૧ નલીયામાં ૧૦.૮, રાજકોટમાં અને જામનગરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા): આજે સવારે જુનાગઢ સહિત સોરઠમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ગઈકાલે સવારે ગિરનાર પર ૧૩.૯ ડિગ્રી અને જુનાગઢમાં ૧૮.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આજે સવારે પારો ૪.૮ ડિગ્રી નીચે ઉતરીને ગિરનાર પર ૯.૧ ડિગ્રી અને જુનાગઢ શહેરમાં ૧૪.૧ ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને ૮૩%એ પહોંચી જતા ઠંડીની તીવ્રતા વધી હતી સવારે પવનની ઝડપ વધીને ૪.૪ કિલોમીટરની થઈ જતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન-૧૪ સે., મહત્તમ તાપમાન ર૬.પ સે., ભેજનું પ્રમાણ-૬૯%, પવનની ગતિ પ.૮ કિ.મી. રહી હતી. (૭.ર૪)
ક્યાં કેટલી ઠંડી
શહેર લઘુત્તમ તાપમાન
ગિરનાર પર્વત ૯.૧ ડિગ્રી
અમદાવાદ ૧૫.૩ ,,
અમરેલી ૧૩.ર ,,
વડોદરા ૧૬.૮ ,,
ભાવનગર ૧૭.૦ ,,
ભુજ ૧૩.૦ ,,
દમણ ૧૮.૬ ,,
ડીસા ૧૩.૩ ,,
દીવ ૧૮.૦ ,,
દ્વારકા ૧૭.૦ ,,
ગાંધીનગર ૧૩.પ ,,
જામનગર ૧૪.૦ ,,
કંડલા ૧પ.પ ,,
નલિયા ૧૦.૮ ,,
ઓખા ૧૯.૩ ,,
પોરબંદર ૧પ.૮ ,,
રાજકોટ ૧૪.૦ ,,
સુરત ૧૭.૪ ,,
વેરાવળ ૧૮.૧ ,,
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
