News of Friday, 2nd January 2026
લૂંટના ગંભીર ગુન્હા આચરતી ટોળકી વિરૂધ્ધ પાસા હેઠળ દેવભૂમિ દ્વારકા એલસીબીની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર માથાભારે ઇસમો તેમજ દારૂ- જુગારના બુટલેગરો વિરૂદ્ધ કડક પગલાઓ લેવા સુચના આપી હતી.
જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર રાજેશ એમ.તન્ના નાઓએ માથાભારે ઇસમોની અસામાજિક પ્રવળતિ ઉપર અંકુશ મેળવવા, તેમજ સમાજના લોકો મુકતરીતે શાંતિમય વાતાવરણમાં પોતાનુ જીવન સારી રીતે વ્યતિત કરી શકે, તેવો હકારાત્મક અને કડકાયી અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ સદરહું ઇસમની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા પો.સ.ઈ. બી.એમ.દેવમુરારી તથા ટીમના માણસો દ્વારા રાઉ અપ કરી, પાસા એકટ ૧૯૮૫ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટની બજવણી કરી નીચે જણાવેલ ત્રણેય ઇસમોને અલગ-અલગ જેલ ખાતે મોકલી આપેલ છે.
જેમાં સચીન કરમણભાઇ ચોપડા, રહે. ખોડીયાર ચોક, આશાપુરા માતાજીના મંદીર પાછળ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકાનો જિલ્લા જેલ પાલનપુર બનાસકાંઠા કિશન ઉર્ફે પાંચો કાનજીભાઇ બગડા, રહે-ખોડીયાર ચોક, આશાપુરા માતાજીના મંદીર પાછળ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા ને પાલારા ખાસ જેલ, ભુજ - કચ્છ વિશાલ ઉર્ફે વિસુ સિદુભાઇ માયાણી, રહે-મિલન ચાર રસ્તા, કલ્યાણ હોટલની પાછળની શેરીમાં, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દીધેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. બી.જે. સરવૈયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભુપેશ જોટણીયા, નાયબ કલેકટર મનોજકુમાર દેસાઇ, પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી, નાયબ મામલતદાર નિલેશભાઇ કરમુર (કલેકટર કચેરી), પો.સ.ઇ. વી.એન. શીંગરખીયા, પો.સ.ઇ. એસ.એસ.ચૌહાણ, પો.સ.ઇ. એસ.વી.કાંબલીયા, એ.એસ. આઇ. હરપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. ગોવિંદભાઇ કરમુર, હેડ કોન્સ. સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. સચીનભાઈ નકુમ, પો.કોન્સ. કિરપાલસિંહ ચૌહાણ, પો.કોન્સ. યોગરાજસિંહ ઝાલા ખંભાળીયા પો.સ્ટે.એ કરી છે. (૯.ર૧)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
