<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જામનગર સહિત સમગ્ર દેશભરમાં તા.૨ થી ૪ સુધી કવોડરેન્‍ટીડ્‍સ ઉલ્‍કા વર્ષાનો નઝારો નરી આંખે જોઈ શકાશે

વર્ષ ૨૦૨૬ના પ્રારંભેજ નભોમંડળમાં ખગોળીય ઘટના બનશે : સ્‍વચ્‍છ અને શહેરની બહાર અંધકારમય જગ્‍યાએ કલાકની ૧૦૦ થી વધારે ઉલ્‍કાઓ જોઈ શકાશેઃ આ સમયે ચંદ્ર પણ પ્રકાશીત હોય ઉલ્‍કાવર્ષા જોવામાં થોડું વિધ્‍ન બનશે

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨: વર્ષ ૨૦૨૬ ના પ્રારંભેજ  નભોમંડળમાં ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, અને તા.૨ જાન્‍યુઆરી થી ૪ જાન્‍યુઆરી દરમિયાન જામનગર સહિત દેશભર ના આકાશ માં કવોડરેન્‍ટીડ્‍સ ઉલ્‍કાવર્ષા જોવા મળશે. સ્‍વચ્‍છ  અને શહેર ની બહાર અંધકારમય જગ્‍યાએ કલાકની ૧૦૦ થી વધારે ઉલ્‍કાઓ જોઈ શકાશે. જોકે આ સમયે ચંદ્ર પણ પ્રકાશીત હોય ઉલ્‍કાવર્ષા જોવામાં થોડું વિધ્‍ન બનશે.  સૂર્ય ની પ્રદક્ષિણા કરતા કેટલાક ધૂમકેતુઓ થોડા અવષેશો મુકી અનંત યાત્રાએ નિકળી પડે છે. પળથ્‍વી પોતાની ભ્રમણ કક્ષા દરમિયાન આવા ત્‍યજી દીધેલ અવષેશો પાસે થી પસાર થાય છે ત્‍યારે નાના મોટા કણો પળથ્‍વીના ગુરૂત્‍વાકર્ષણ માં ખેંચાઇ આવે છે, અને પળથ્‍વીના વાતાવરણ માં પ્રવેશતાં ઘર્ષણ ને કારણે સળગી ઉઠે છે, જે ખરતા તારા સ્‍વરૂપે નજરે પડે છે. અને તેના અવષેશો રાખ સ્‍વરૂપે પળથ્‍વી ઉપર પડે છે.

અને આવી રાખ જામનગરના ખગોળ મંડળ દ્વારા  ૨ જાન્‍યુઆરી થી ૪ જાન્‍યુઆરી દરમિયાન રાત્રિના સમયે આ ઉલ્‍કાઓ નો નઝારો નરી આંખે અથવા દૂરબીન જેવા સાધનોની મદદથી નિહાળવા માટે સર્વે ખગોળપ્રેમીઓને અનુરોધ કરવામાં આવે છે.તેમ કિરીટભાઈ શાહ(સંયોજક) ખગોળ મંડળ, જામનગરની યાદીમાં જણાવાયું છે. (૩.૬)

(1:24 PM IST)