<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

છેવાડાના દિન દુઃખીયાની સેવા એ જ ઉત્તમ સેવા છે: ભગીરથસિંહ ઝાલા : મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારીના હસ્તે જલારામ ખીચડી ઘરમાં ખીચડી, બુંદી, ગાંઠીયાના પ્રસાદનું વિતરણ, ઠંડીમાં ગરીબ પરિવારોને ધાબળા ઓઢાડ્યા, જન સેવાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના

જલારામ ખીચડી ઘર માં જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે : જન સેવા ના રાજ સંઘવી : દર ગુરુવારે જલારામ ભગત પરિવાર દ્વારા ખીચડી તેમજ મુન્દ્રા ના બંસીબેન ઠાકર અને જર્મની રહેતા જતીનભાઈ ઠાકર તરફ થી ગરીબ બાળકો ને પીરસવા માં આવે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘર ના ૫૧૧ ગુરૂવાર પૂર્ણ થયા છે અને દર ગુરુવારે શહેર ના જલારામ ભગત પરિવાર દ્વારા ખીચડી તેમજ મુન્દ્રા ના બંસીબેન ઠાકર અને જર્મની રહેતા જતીનભાઈ ઠાકર તરફ થી ગરીબ બાળકો ને પીરસવા માં આવે છે..

જન સેવા ના રાજ સંઘવી એ જણાવ્યું હતું કે જલારામ ખીચડી ઘર માં જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે. જન સેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘર માં ગુરુવાર એ માંડવી મુન્દ્રા વિસ્તાર ના ડેપ્યુટી કલેકટર ભગીરથ સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબ બાળકો ને જાતે પૂજ્ય જલારામ બાપા ની પ્રસાદ રૂપે ખીચડી અને બુંદી ગાંઠિયા પીરસ્યા હતા. પ્રાંત અધિકારી ભગીરથ સિંહ ઝાલા એ જણાવ્યું હતું કે સેવા અનેક પ્રકાર ની હોય છે. સેવાના માર્ગમાં અનેક વિઘ્નો આવે છે ત્યારે જરૂરત મંદ લોકો ને શોધી તેમની મદદ કરવી એ જ સાચી જન સેવા છે. તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રાના સેવાકીય ગ્રુપ જન સેવા દ્વારા બિનવારસુ લાશો ની અંતિમ ક્રિયા કરવી, ગુમ થયેલા બાળકો ને સ્વજન સુધી પહોંચતા કરવા, જરૂરત મંદ પરિવારો ને જીવન વપરાશ ની રાશનકીટો આપવી, ભૂખ્યા ને ભોજન આપવું સહીત ની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ  કરી રહી છે. આ પ્રસંગે જન સેવા ના રાજ સંઘવી એ ડેપ્યુટી કલેકટર ભગીરથસિંહ ઝાલાનું શાલ ઓઢાળી પૂજ્ય જલારામ બાપા ની છબી અર્પણ કરી સન્માન કર્યું હતું. તેમજ ગુરુવાર એ જલારામ ખીચડી ઘર માં પ્રાંત અધિકારી ભગીરથ સિંહ ઝાલા ના વરદ હસ્તે ખુલ્લા ઝૂપડા માં રહેતા જરૂરત મંદ લોકો ને ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું. આ ગરમ ધાબળા માટે મુન્દ્રા ની રામાપીર ટ્રેડર્સ ના વસંત ગડા એ સહયોગ આપ્યો હતો. 

આ પ્રસંગે જન સેવા ના ભગીરથસિંહ ઝાલાએ બાળકોના પ્રસાદની વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે મુન્દ્રા લોહાણા મહાજન ના પ્રમુખ કિશોર ચોથાણી, અમુલ ચોથાણી, મુન્દ્રા શહેર ભાજપ ના મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી, અદાણી ગ્રુપ ના રમેશ આયડી અને હિરેન માકાણી, રમેશ પિત્રોડા અને જગદીશ કેસરિયા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)

(1:37 PM IST)