News of Friday, 2nd January 2026
રાષ્ટ્રકથાના માધ્યમથી યુવા પેઢીને વિકસિત ભારત માટે યોગદાનના પ્રયાસોઃ કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ
પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત ૨૬મી રાષ્ટ્રકથા શિબીરનો છઠ્ઠો દિવસ : વૈશ્વિક પડકારો વિશે યોગ્ય સમજ કેળવીને રાષ્ટ્રને સક્ષમ બનાવવા શિબિરાર્થીઓને અનુરોધ કરતા સ્વામી ધર્મબંધુજી ધર્મબંધુજી દ્વારા જામવતની જેમ દેશની યુવા પેઢીમાં દેશપ્રેમ જાગળત કરવા માટેના નિસ્વાર્થ પ્રયાસો થાય છેઃ મુખ્યમંત્રી મોહન યાદવ : દેશભક્તિના ફિલ્મી ગીતો સાથે દેશભક્તિના સંદેશાનો જલવોઃ રાજદૂત દિપક વોરા : આર્મી દ્વારા પરેડ તેમજ બોમ્બ સ્ક્વોડ ડોગના વિવિધ હેરતઅંગેજ પ્રયોગોઃ એનડીઆરએફ દ્વારા બચાવની કામગીરીના પ્રયાસો દર્શાવાયાઃ વિવિધ રાજયોના શિબિરાર્થીઓ દ્વારા પ્રતિદિન રાત્રીના તેમના રાજયોના સાંસ્કળતિક કાર્યક્રમો

રાજકોટ, તા. ર : પ્રાંસલા મુકામે તા. ૨૭ જુલાઇથી પ્રારંભ થયેલ રાષ્ટ્રકથાના આજે છઠ્ઠા દિવસના પ્રવચન સત્રને સંબોધીત કરવા સ્વામી ધર્મબંધુજી ઉપરાંત કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજય મંત્રી જવાહરભાઈ ચાવડા, સ્ટોક એક્ષચેન્જના આશિષ ચૌહાણ, બેંગ્લોરથી વૈજ્ઞાનિક કે. હરીશ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓ સમક્ષ વસ્તી, પાણી, પોષણયુકત ખોરાક, રાજકીય-સામાજીક-આર્થિક સંઘર્ષ જેવા વૈશ્વિક પડકારો વિશે ચિંતનશીલ વકતવ્ય રજુ કરતા જણાવેલ કે, જયારે એલેકઝેન્ડર આક્રમણ કરવા આવ્યો ત્યારે કાબુલથી કોલોંબો સુધીના વિશાળ ભારતની વસ્તી ૧૬ કરોડ હતી જે રાષ્ટ્ર આઝાદ થયુ અને પાકિસ્તાનના ભાગલા થયા પછી ૩૪ કરોડ વસતી ભારતમાં રહી હતી જે હાલમાં ૧૪૦ કરોડને આંબી છે. આટલા વિશાળ વસ્તી માટે આવાસ, રોજગાર, શિક્ષણ, પર્યાવરણ, સુરક્ષા વિગેરેને પહોંચી વળવાના અને હવે વસ્તી વિસ્ફોટને નિયંત્રિત કરવા વિશે વિચાર કરવાની જરૂર છે.
વિશ્વમાં કુલ ૩૩૩ મિલીયન કયુબીક પાણીનો જથ્થો છે. જેનો ૯૬.૫ ટકા મહાસાગરોમાં, ૧.૭૯ટકા ગ્લેશીયર સ્વરૂપે, ૧.૬૯ ભુતળમાં સહિત અન્ય આઠ સ્વરૂપે છે.પરંતુ આ પૈકી પીવાલાયક શુધ્ધ પાણી માત્ર ૧ ટકા છે. આંમ મર્યાદીત પીવાના સ્રોતને શુધ્ધ સ્વરૂપે જાઅવી રાખવાના પડકાર.
આપણે ખોરાકની પર્યાપ્તા તો હાંસલ કરી લીધી. પરંતુ યોગ્ય પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામીન વિગેરે પોષણયુકત ખોરાકથી કરોડો લોકો વંચિત રહે છે જે બીજો પડકાર છે.
નિવળત આઇએએસ અધિકારી અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલએ જણાવ્યું હતું કે, ભારત દેશની સંસ્કળતિ છે સત્ય મેવ જયતે અને અહિંસા પરમો ધર્મે. જે આપણી પરતંત્રતા વેળા અહિંસા નો અ' નીકળીને આપણા વર્તમાન રાષ્ટ્રીય આદર્શ ‘સત્ય મેવ જયતે'ની લાગી જવાથી આ દેશમાં એવી વિચારસરણી વ્યાપી ગઈ કે, અસત્ય અને હિંસા થી પ્રગતિ કરી શકાય. પરંતુ રાષ્ટ્ર કથા શિબિરથી દેશની ભાવિ પેઢી સમક્ષ આ બંને આદર્શોને પુનઃ સિંચીત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
વધુમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના દેશને આગળ લઈ જવા માટેના સિધ્ધાંતો મોટા સ્વૅ સેવો, ચારિત્રયવાન બનો અને સક્ષમ બનાવાના આદર્શોને અનુસરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા પેઢીમાં વિકસિત ભારતનું સ્વપન આંજયું છે. અને ફળીભુત કરવા પરિક્ષા પે ચર્ચા, હેકાથોન, સ્ટાર્ટ અપ વિગેરે પ્રયાસો કરવામાં આવે છે. અહીંયા પણ રાષ્ટ્ર કથાના માધ્યમથી એવા જ પ્રયાસો કરવામાં આવે છે તેની હકારાત્મક નોંધ લીધી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ એ જણાવ્યું કે, સ્વામી ધર્મબંધુજી રામાયણના જામવતની જેમ અઢી દાયકાથી દેશની યુવા પેઢીમાં દેશપ્રેમ જાગળત કરવા માટે અત્રે કોઈ ધાર્મિક ક્રિયાકાંડ નહીં પરંતુ દેશની પ્રગતિ માટે દેશપ્રેમ, નૈતિકતા, ચારિત્ર્ય, માનવતા અને સંવિધાનના સંસ્કારોનું સિંચન કરવા માટે નિસ્વાર્થ પ્રયાસો કરવામાં આવે છે. આપણી સંસ્કળતિ ઉજીઓ ઔર જીનો દે ની છે જેનો પરિચય કોરોના મહામારી વેળા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને આપ્યો હતો, અને માત્ર દેશવાસીઓને પરંતુ વિશ્વના ૧૪૦ દેશોને કોરાના વેકસિન પહોંચાડી હતી.
નેશનલ સ્ટોક એક્ષચેન્જના સીઇઓ અને એમડી આશિષ ચૌહાણ એ જણાવેલ કે, જે વ્યક્તિ અને રાષ્ટ્ર ટેકનોલોજીનો આવિષ્કાર કરવામાં પાછળ રહી જાય છે. ટેકનોલોજીનો અર્થ માત્ર યંત્ર એટલો જ સિમીત નથી થતો. પરંતુ જે પ્રચલિત કાર્યો થતાં હોય તેને વધુ ઉત્કળષ્ટતાથી કરવા અથવા માનવજીવનને સુલભ થાય એવા નવી વસ્તુઓનો આવિષ્કાર કરવો. ભારતમાં ઉત્તમ રાજ વ્યવસ્થા સહિત દશાંસ પધ્ધતિ, ચિકિત્સા વિગેરે ક્ષેત્રે પારંગત હતુ એટલે વિપુલ સમળધ્ધિ હોય પ્રાચિન સમયમાં સોનાની ચિડીયા કહેવાતું પરંતુ આપણી આ પધ્ધતિઓનો વિશ્વના દેશોએ ઉપયોગ કરીને યંત્ર નિર્માણ કર્યા એટલે ક્રમશઃ ભારત વિશ્વસ્તરે પાછળ ધકેલાતું ગયું. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે વિશ્વની એકતળતિયાંશ જીડીપી ધરાવતું ભારત જયારે અંગ્રેજો છોડીને ગયા ત્યારે આપણી જીડીપી વિશ્વની જીડીપીના માત્ર બે ટકા હતી. હવે ભારતમાં ટેકનોલોજીનો આવિષ્કાર કરીને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ ધપાવાના ઉમદા પ્રયાસો થઇ રહ્યા છે.
વધુમાં તેમણે ભારતમાં સ્ટોક એક્ષચેન્જેની સ્થાપનાનો રોચક ઇતિહાસ જણાવ્યો હતો. અથર્વવેદ અને ઋગ્વેઘ્નો ઉલ્લેખ કરીને જણાવેલ કે, રાષ્ટ્ર સુરક્ષિત રહેશે તો જ રાષ્ટ્રમાં સુખ-શાંતિ અને સમળધ્ધિ સ્થાયી રીતે રહી શકે. આપણી માતળભાષાનું જરૂર ગૌરવ અનુભવીએ પરંતુ સાંપ્રત સમયમાં અંગ્રેજી શીખવી અનિવાર્ય છે અને સાથે રાજભાષા હિન્દી પણ શીખવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતના રાજય કક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઇ છાંગા તેમજ બેંગ્લોરથી પધારેલ વૈજ્ઞાનિક ડૉ.કે. હરેશ દ્વારા પણ પ્રેરક પ્રાસંગિક સંબોધન થયા હતા.
પૂર્વ રાજદૂત દિપક વોરા દ્વારા પ્રવચનો વચ્ચે દેશભક્તિના વિવિધ ફિલ્મી ગીતો સાથે શિબિરાર્થીઓની વચ્ચે નાચતા-ગાતા દેશભક્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આજે આર્મી દ્વારા પરેડ તેમજ બોમ્બ સ્ક્વોડ દોગના વિવિધ હેરતઅંગેજ પ્રયોગો યોજાયા હતા.
જયારે એનડીઆરએફ દ્વારા બચાવની કામગીરીનું વિશેષ કામગીરી દર્શાવાઇ હતી.
વિવિધ રાજયોના શિબિરાર્થીઓ દ્વારા રાત્રીના તેમના રાજયોના સાંસ્કળતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમ દિનેશભાઇ પરમાર (પ્રાંસલા- રાજકોટ)ની યાદીમાં જણાવ્યું છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
