<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જૂનાગઢમાં ભવનાથ મહાદેવ મેળાની જમીન પર મોટા પાયે દબાણ થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

તંત્ર દ્વારા કરાયેલા સરવેમાં સામે આવ્યું છે કે કુલ 57 એકર જમીનમાંથી અંદાજે 29 એકર પર ગેરકાયદે દબાણ !! : વ્યાપક દબાણના કારણે શિવરાત્રી મેળા દરમિયાન ભારે જોખમ મંડરાઈ રહ્યું છે

જૂનાગઢમાં ભવનાથ મહાદેવ મેળાની જમીન પર મોટા પાયે દબાણ થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તંત્ર દ્વારા કરાયેલા સરવેમાં સામે આવ્યું છે કે કુલ 57 એકર જમીનમાંથી અંદાજે 29 એકર પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. વ્યાપક દબાણના કારણે શિવરાત્રી મેળા દરમિયાન ભારે જોખમ મંડરાઈ રહ્યું છે, કારણ કે ઓછી જગ્યામાં અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની શક્યતા છે. હાલ પરિસ્થિતિ એવી છે કે માત્ર 24 એકર જમીન પર મેળાનું આયોજન કરવા તંત્ર મજબૂર બન્યું છે, જેના કારણે અવ્યવસ્થા અને સુરક્ષા સંબંધી પડકારો ઊભા થઈ શકે છે. તંત્ર દ્વારા સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે ,

(2:07 PM IST)