News of Saturday, 3rd January 2026
મોરબી: શક્તિ ચોકમાં મંદિર પાસે માંસના ટુકડા જોવા મળતા હિંદુ સંગઠનોની કડક કાર્યવાહીની માંગ.
મંદિરના ઓટા અને દરવાજા પાસે આવી ચીજવસ્તુઓ મળી આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શક્તિ ચોક કે જ્યાં વર્ષોથી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યાં કેટલાક શખ્સોએ હિન્દુઓની લાગણી દુભાય તેવી હરકતો કરતા હોવાની ફરિયાદ સાથે વિશ્વ હિંદુ પરિષદ અને બજારંદ દળ દ્વારા આ મામલે ગંભીરતા દાખવીને તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
શક્તિ ચોક એવો વિસ્તાર છે જ્યાં વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે અને આસપાસ અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, આ પવિત્ર સ્થળોની આસપાસ અજાણ્યા શખ્સો દ્વારા માંસના ટુકડા અને પશુઓના અવશેષો ફેંકીને વાતાવરણ દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મંદિરના ઓટા અને દરવાજા પાસે આવી ચીજવસ્તુઓ મળી આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંગઠનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પરવાનગી વગર અનધિકૃત રીતે થતી આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. આ બાબતે જવાબદાર શખ્સો સામે કાયદેસરના પગલાં લેવાની માંગ સાથે આવનારા દિવસોમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન અને રજૂઆત કરવામાં આવશે તેવું વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
