<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

દરરોજ કસરત, યોગ કરજો, ઇશ્વરનું ધ્‍યાન ધરજોઃ મુકેશ ખન્ના

પ્રાંસલામાં સ્‍વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત ૨૬મી રાષ્‍ટ્રકથા શિબીર, સાતમો દિવસઃ સફળતા પામવા માટે સ્‍વયંશિસ્‍ત, એકાગ્રતા અને સતત શીખતા રહેવાની આદત પાડોઃ ભારતના નોૈકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીઃ સક્ષમ બનવા શારિરીક, બૌધ્‍ધિક, આર્થિક અને આધ્‍યાત્‍મિક ક્ષમતા પામવી જોઇએઃ સ્‍વામી ધર્મબંધુજી

રાજકોટ તા.૩: પ્રાંસલા મુકામે રાષ્‍ટ્રકથાના આજ સાતમા દિવસના પ્રવચન સત્રને સંબોધીત કરવા સ્‍વામી ધર્મબંધુજી ઉપરાંત વિશેષપણે ભારતના નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી તેમજ ફિલ્‍મ અભિનેતા મુકેશ ખન્ના ઉપસ્‍થિત રહ્યા હતા.

ભારતના નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ શિબિરાર્થીઓને પ્રેરક સંબોધીત જણાવ્‍યું હતું કે, સફળતા માટે માત્ર દિવાસ્‍વપ્‍ન જોવાથી કે રાતોરાત કોઈ ચમત્‍કાર નથી થતો. આ માટે આપના નાની નાની આદતોને બદલાવવાની કોશિષ કરવી જોઈએ. જેમાં સૌથી મહત્‍વની આદત છે સ્‍વયંશિસ્‍ત.આપની પાસે ગમે તેટલી પ્રતિભા હોય પરંતુ જો તમારા મનને નિયંત્રિત નહી શકો તો તમારી પ્રતિભા અનુસાર સફળતા નહીં પામી શકો.

હાલમાં એક સંશોધનમાં કહેવાયું છે કે આજની પેઢી એકાગ્રતાથી અભ્‍યાસ નથી કરી શકતી. જો આપ અભ્‍યાસ વેળા સોશિયલ મિડીયા જોવાની આદત હોયતો એકતરફ મગજને મલ્‍ટી ટાસ્‍કીંગથી આપની શક્‍તિનું લેવલ ઝડપથી ઘટી જાય છે અને બીજી તરફ પુનઃ એકાગ્રતા પામતા આપને ૨૩ મિનીટ લાગે છે. માટે બીજી આદત કેળવો એકાગ્રતાથી અભ્‍યાસ કરવો.

સ્‍વામી ધમબંધુજી એ પ્રત્‍યેક વ્‍યક્‍તિ એ સક્ષમ બનવા ૪ પ્રકારની ક્ષમતા હાંસલ કરવા વિશે પ્રેરક સંબોધન કરતાં જણાવેલ કે, સૌપ્રથમ સ્‍વયંની, પરિવારની અને રાષ્‍ટ્રની સુરક્ષા કરી શકો એ માટે શારિરીક ક્ષમતા કેળવવી જોઈએ. આ માટે પ્રતિદિન નિયમિત શારિરીક કસરતો અને યોગ કરવા જોઈએ.

બીજું સતત અધ્‍યયનથી બૌધ્‍ધિક ક્ષમતા વિકસિત કરવી જોઈએ. જ્ઞાન પામવાના પાંચ સ્‍ત્રોત છે પરિવાર, જયાં વસીએ છીએ તે સમાજ, પાઠશાળા, પ્રકળતિ અને અનુભવ.

ત્રીજું આર્થિક ક્ષમતા. વ્‍યક્‍તિએ પોતાના અને પરિવારનો યોગ્‍ય રીતે નિર્વાહ કરી શકે એટલું આર્થિક ઉપાર્જન કરી શકવાની ક્ષમતા વિકસાવવી અનિવાર્ય છે. અને ચોથી આધ્‍યાત્‍મિક ક્ષમતા કે જે તમને જીવનમાં સદમાર્ગે ચાલવા માટે સ્‍વયંને દિશાદર્શન કરાવે અને અયોગ્‍ય પ્રવળતિઓ અને બાબતો તરફ જતા નિયંત્રિત કરે..

ફિલ્‍મ અભિનેતા મુકેશ ખન્નાએ પ્રતિદિન કસરતની સાથે યોગ અને ધ્‍યાન ધરીને ઇશ્વરે આપેલ આત્‍માની સંભાળ લેવાનો અનુરોધ કરતાં જણાવેલ કે, આપણે મા ના ગર્ભથી ઈશ્વરના અંશ સમાન ‘આત્‍મા' ને પામીએ છીએ જે અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહે છે. પ્રતિદિન ધ્‍યાન ધરીને આપણા આત્‍મા સાથે સંવાદ કરવો જોઈએ. આ પ્રમાણે નિયમિત ધ્‍યાનથી શરીરની અંદર વિદ્યમાન મુલાધાર ચક્રથી આજ્ઞાચક્ર સુધીની સફરથી આપ અભિમાન, ઈર્ષાથી વિગેરે અનિષ્ટોથી ઉઠી શકશો અને સાતમુ ચક્ર સહષાાર સુધી પહોંચવાથી આત્‍માના સાક્ષાત્‍કાર થશે અને જેને જન્‍મ-મળત્‍યુના બંધનથી મુક્‍તિ પામવું કહેવાય છે.

વધુમાં શિબિરાર્થીના પ્રશ્નનો પ્રત્‍યુતર આપતા મુકેશખનાએ જણાવેલ કે, આજના સમયમાં ‘શક્‍તિમાન' આવે તો એ આબાલવળધ્‍ધ સહુને મોબાઈલ, સોશિયલ મિડીયાના વળગણથી દુર રહીને પરિવાર સાથે સમય વિતાવા પ્રેરણા આપે. તેમણે જણાવેલ કે, પ્રતિદિન તેઓ સવારે ૯ થી ૧ વાગ્‍યે સુધી મોબાઈલ બંધ રાખે છે. એમ આપ સહુએ ભણતી વખતે મોબાઈલ અને જમતી વખતે ટીવી બંધ રાખવું જોઇએ.

સોશિયલ મિડીયા ઉપર રીલ મુકવા સબસ્‍ક્રાઇબર્સ વધારવા જેવી કળત્રિમ જીંદગી જીવવાથી દુર રહો તે તમારા સુખ-દુઃખમાં ભાગ નહીં લે. પરિવાર અને મિત્રો સાથે આત્‍મીયતાથી બેસી વાતો કરો એ તેમને જીવનની સુખદ અનુભૂતિ કરાવશે.

ભારત સરકારના ફાઇનાન્‍સીયલ ઇન્‍ટેલીજન્‍સ વિભાગના ઉચ્‍ચ અધિકારી એમ.એસ.મીનાએ જણાવ્‍યું હતું કે, વર્તમાન કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રત્‍યક્ષ કર પ્રક્રિયા સરળ કરવાથી રાષ્‍ટ્રની કર આવક ૨૦ લાખ કરોડને આંબી ગઈ છે. વધુમાં તેમણે ફાઇનાન્‍સીયલ ઇન્‍ટેલીજન્‍સની કામગીરી વિશે માહિતી આપીને હવાલા કૌભાંડ કે કાળા નાણાના સર્જનથી દેશનું અહિત થાય છે તેમ જણાવેલ.

વિશેષપણે અત્રે અવિરત અઢી દાયકાથી રાષ્‍ટ્રકથા શિબિરની સાથે-સાથે સતત દેશનું પરિભ્રમણ કરીને રાષ્‍ટ્રના ઉત્‍થાન માટે જહેમત ઉઠાવી રહેલ સ્‍વામી ધર્મબંધુજીના પુરૂષાર્થને વંદન કરીને શિબિરાર્થીઓને અહીં આવતા રાષ્‍ટ્રીય સ્‍તરના મહાનુભાવો પાસેથી અનુભવોને ડાયરીમાં નોંધવા તેમજ તેને જીવનમાં દ્રઢતાથી, અનુશાસનથી આચરણમાં લાવવા અનુરોધ કર્યો હતો.

બીએસએફના ડીઆઇજી મનદીપએ જણાવેલ કે, ૧૯૬૫ સુધી રાજયોની સુરક્ષા જે તે રાજયો પાસે હતી પરંતુ પાકિસ્‍તાન સાથેના યુધ્‍ધ પછી બીએસએફની સ્‍થાપના કરવામાં આવી જેણે બાંગ્‍લાદેશની જીતમાં અગ્ર ભુમિકા ભજવી હતી એમ જણાવેલ.

સીઆઈએસએફ દ્વારા શષાો વિના સુરક્ષા અને ભીડ નિયંત્રીત કરવાના પ્રયાસોનું નિદર્શન અને ડ્રીલ યોજાઈ હતી. તેમ દિનેશભાઇ પરમાર (પ્રાંસલા- રાજકોટ)ની યાદીમાં જણાવ્‍યું છે

(11:28 AM IST)