News of Saturday, 3rd January 2026
આટકોટ પાસે ટ્રકમાં કતલખાને લઇ જવાતા ર૧૧ પશુઓ બચાવાયા : ૩ શખ્સોની ધરપકડ

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા., ૩: જીવદયા ફાઉન્ડેશનની ટીમે પોલીસને સાથે રાખી કામગીરી કરીઃ પશુઓને નવાગઢથી મુંબઈ કતલખાને લઈ જતાં હતા, ત્રણ શખસોની ધરપકડ કરી હતી.
આટકોટ પાસેથી કતલખાને લઈ જવાતું ઘેટાં-બકરા ભરેલ કન્ટેનર જીવદયા ફાઉન્ડેશન અને પોલીસની ટીમે પકડી પાડયું હતુ. ૨૧૧ વધુ જીવને કતલ થતાં બચાવી રાજકોટ પાંજરાપોળમાં રખાયા હતાં. પશુઓને નવાગઢથી મુંબઈ કતલખાને લઈ જતાં ત્રણ શખસોની ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી રૂ.૩૦.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જસદણમાં બળધોઇ સીમ શાળા પાસે રહેતાં રોનકભાઈ નાથાભાઈ વાઢેર (ઉ.વ.૨૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું કે, તેઓ બે વર્ષથી જીવણ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટમા ગૌસેવાને લગતી સેવાકીય કામગીરી કરે છે. તેમને માહીતી મળેલ કે, ગોંડલ તરફથી એક ટ્રક કતલખાના માટેના ઘેટા-બકરા ભરી નિકળનાર છે અને તેને કતલખાને લઈ જઈ રહ્યા છે. આ ટ્રક નં. જીજે -૦૧-કેટી-૭૨૨૧ આટકોટ પાસેના ગોંડલ ચોકડી પાસેથી પસાર થનાર હોય જેથી ગૌરક્ષકો કેતનભાઈ સંઘવી, મયુરસિંહ જાડેજા, બ્રીજેનભાઈ બાલધાને ફોનથી જાણ કરી તમામ ગૌરક્ષકો ગોંડલ ચોકડી પાસે રાતના હાજર હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રક નિકળેલ જે ટ્રકને સાઈડમાં ઉભો રાખવાનુ કેહતા ઉભો રાખેલ નહીં અને પોતાની ટૂંક આટકોટ ગામ તરફ ભગાવી મુકેલ હતો. જેથી ટ્રકનો પીછો કરી આટકોટ પોલીસ સ્ટેશન સામે રસ્તા ઉપર ઉભી રખાવેલ. બાદ ટ્રેકને ચેક કરતા ટ્રક કેબીનમાં ડ્રાઇવર સહિત ત્રણ શખસો બેસેલ હોય જેથી આટકોટ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવેલ અને ટ્રકના પાછળના ભાગે ચેક કરતા તેમા બે પાર્ટીશન કરી નાના-મોટા ઘેટા-બકરાઓ ઉપર તથા નિચે ખીચોખીચ ભરેલ હતાં. બાદમાં ટ્રકના ચાલકનું નામ પુછતા પોતે સાબીર હુશૈન કારવા (રહે.નવાગઢ સરકારી અનાજના ગોડાઉન પાસે, જેતપુર) અને સાથેના શખસે ઇલીયાસ ઓસમાણ કારવા (રહે. ચીતલ સરકારી દવાખાના પાછળ, બાબરા) તેમજ ત્રીજાએ ફારૂક કાસમ લાખાણી અનાજના ગોડાઉન પાસે) હોવાનું (રહે. નવાગઢ સરકારી ગેસ ગોડાઉન રોડ) જણાવેલ હતું. ટ્રક ચાલક તથા સાથેના બન્ને શખ્સોને ઘેટા-બકરા સાથે ટ્રક કયાં લઈ જવાના હતા તે બાબતે પુછતા તેઓ ઘેટા-બકરાઓના માલીક હોવાનું તેમજ ઘેટા બકરાઓ મુંબઈ દેવનાર મંડી ખાતે ઘેટા-બકરાની લે-વેચની બજારમાં લઈ જવાની હકીકત જણાવેલ હતી. જેથી નાના-મોટા બકરા જીવ નંગ-૧૩, નાના-મોટા ઘેટા જીવ નંગ-૧૯૮ નો જીવ બચાવી કુલ રૂ.૩૦.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરાઇ હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
