<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ચોટીલામાં લગ્નપ્રસંગમાં મજાક કરવાની ના પાડતાં અનુરાગ પર છરીથી હુમલો

માસીયાઇ ભાઇઓ વિજય, વિશાલ સહિતે ઢીકાપાટુ પણ માર્યા

રાજકોટ તા. ૩: ચોટીલાના પોપટપરામાં રહેતાં અનુરાગ દેદાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૧)ને ઘર પાસે મોટા બાપુની દિકરીના લગ્ન પ્રસંગમાં હતો ત્‍યારે જાન આવી હોઇ એ વખતે સગામાં જ થતાં વિજય, વિશાલ સહિતે ઝઘડો કરી બાદમાં પ્રસંગમાંથી બહારની બાજુએ બોલાવી ઢીકાપાટુનો માર મારી માથામાં છરી મારી દેતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

અનુરાગને ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. અનુરાગ કડીયા કામની મજૂરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે મારા મોટા બાપુની દિકરીના લગ્ન હોઇ જાન આવી હતી. આ વખતે માસીયાઇ ભાઇઓ વિજય, વિશાલ સહિતના મજાક મશ્‍કરી કરતાં હોઇ તેને આવુ કરવાની ના પાડતાં બોલાચાલી થઇ હતી. બાદમાં મારા પર હુમલો કરાયો હતો. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોટીલામાં પ્રવિણભાઇ દારૂના નશામાં ફિનાઇલ પી ગયા

ચોટીલામાં બીજા મફતીયાપરામાં રહેતાં પ્રવિણભાઇ પ્રતાપભાઇ ઝાલા (ઉ.વ.૪૦)એ ફિનાઇલ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તે એક બહેનથી મોટા અને અપરિણીત છે. કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. સગાએ કહ્યું હતું કે તેને વર્ષોથી દારૂ પીવાની ટેવ છે. દારૂના નશામાં તેણે ફિનાઇલ પી લીધું હતું.

(12:00 PM IST)