<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સમગ્ર શહેર જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્‍યુઃ અમરેલીના લીલીયા મોટા રામજી મંદિરના શતાબ્‍દી મહોત્‍સવનો પ્રારંભઃ મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા

વડવાળા હનુમાનજી મંદિર ખાતેથી જુવારા યાત્રા, જળયાત્રા, ધ્‍વજા યાત્રાનો પ્રારંભ શહેરના વિવિધ માર્ગો પર યાત્રા ફરી ગ્રામજનો ડીજેના તાલે ઝૂમ્‍યા રામ ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩: લીલીયાના સ્‍વ. મોહનલાલ ગોપાલજી દવેએ ૧૦૦ વર્ષ પૂર્વે રામજી મંદિરનું નિર્માણ કરેલ તેના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રામ સેવા સમિતિ,રામજી મંદિર સમિતિ અને ગ્રામજનોના સંયુક્‍ત ઉપક્રમે તારીખ ૧ જાન્‍યુઆરી થી ૩ જાન્‍યુઆરી ત્રિદિવસીય રામજી મંદિર શતાબ્‍દી મહોત્‍સવનું ભવ્‍યાતિ ભવ્‍ય આયોજન કરેલ આજ રોજ તારીખ ૧/૧/ ૨૦૨૬ ના રોજ સવારના ૮:૩૦ કલાકે વડવાળા હનુમાનજી મંદિર ખાતેથી સૌ પ્રથમ સ્‍વ. મોહનલાલ ગોપાલજી દવે માર્ગની તક્‍તિનું અનાવરણ કરવામાં આવેલ ત્‍યારબાદ રામ ભગવાનની પ્રતિમાનું પૂજન કરવામાં આવેલ ત્‍યારબાદ ભવયાતી ભવ્‍ય જુવારા યાત્રા,જળયાત્રા અને ધ્‍વજયાત્રા નું પ્રસ્‍થાન કરવામાં આવેલ આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી રામજી મંદિર ખાતે પહોંચી હતી જ્‍યાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત બહેનોએ ભગવાન શ્રી રામના ચરણોમાં જુવારા ધરાવી ધન્‍યતા અનુભવી હતી આવી જ રીતે મંદિર ધ્‍વજાના યજમાન વિભાભાઈ ભરવાડ એ ધજા અર્પણ કરી હતી.

ત્‍યારબાદ ભાનુદાદા દવે, મિતુલદાદા દવે  શાષાી એ વિધિ વિધાન સાથે પંચકુંડી વિષ્‍ણુયાગ યજ્ઞનો પ્રારંભ કરાવેલ યજ્ઞ ના મુખ્‍ય યજમાન તરીકે કૌશિકભાઇ પંડ્‍યા નો પરિવાર જોડાયો હતો આ તકે સ્‍થાનિક ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્‍થિત રહી ભગવાન શ્રી રામના શરણોમાં શીશ ઝૂકાવ્‍યું હતું જુવારાયાત્રા,જલયાત્રા, ધ્‍વજાયાત્રા સહિતના ધર્મ ઉત્‍સવમાં શહેરીજનો સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા શતાબ્‍દી મહોત્‍સવ સમિતિ દ્વારા પશુઓ માટે ઘાસચારો  શ્વાન માટે લાડવા પક્ષીઓ માટે ચણ અને કીડીઓ માટે કીડિયારા ની વ્‍યવસ્‍થા કરેલ છે સાથે સાથે શહેરના જાહેર માર્ગો પર ગેઇટ રોશની થી શણગારવામાં આવેલ અને ગ્રામજનો એ ઘરે ઘરે રંગોળી અને દીવડાવો પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો છે આ તકે સમુહ રાસ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં રામ ભક્‍તો જોડાઈ અને રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી.તેમ મનોજ જોષીની અખબારી યાદીમા જણાવેલ છે.

(1:03 PM IST)