<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સાસણના ઓઇલ એજન્‍સીના બેંક ખાતા ધારકે સાઇબર ફ્રોડના ૨.૧૯ કરોડ સગેવગે કરી નાખ્‍યા

આલીધ્રાના શખ્‍સે પણ ફ્રોડના ૧૮ લાખ ઉપાડી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩: સાસણના ઓઇલ એજન્‍સીના બેંક ખાતા ધારકે સાઇબર ફ્રોડના ૨.૧૯ કરોડ અને આલીધ્રાના શખ્‍સે પણ ફ્રોડના ૧૮ લાખ ઉપાડી લઈ સગેવગે કરી નાખ્‍યા હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મેંદરડા તાલુકાના સાસણમાં રહેતા ફીરોજ સુલેમાનભાઇ રાનીયાના પરફેક્‍ટ ઓઇલ એજન્‍સી નામના બેન્‍ક ખાતામાં લોકો પાસેથી મેળવેલા સાયબર ફ્રોડના રૂપિયા ૨૧૯,૭૫,૪૨૦ જમા થયા હતા. આ રકમ સાયબર ફ્રોડની હોવાનું જાણવા છતાં શખ્‍સે રકમ ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરી સગેવગે કરી નાખી હોવાનું તપાસમાં ખુલતા ગઈકાલે શખ્‍સ સામે ગુનો નોંધી મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ જ પ્રમાણે મેંદરડા તાલુકાના આલીધ્રામાં રહેતા ભાખર પ્રમોદકુમાર ત્રિકમકુમારના બેંક ખાતામાં સાયબર રોડના રૂપિયા ૧૮ લાખ જમા થયા હતા. પરંતુ શખ્‍સે રકમ ઉપાડી લીધી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી કરી હતી.

(1:04 PM IST)