News of Saturday, 3rd January 2026
જામનગર શહેર માથી મોટર સાયકલની ચોરી કરનાર ને મોટર સાયકલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ
રવિ કાનજીભાઈ ગોહીલની ધરપકડ કરીને અન્ય ગુનામાં સંડોવણી છે કે નહીં ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર(IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ અને ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્સ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IIS) નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચેક કરી વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા સૂચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી, સ્ટાફના એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અને ડીટેકટ ગુન્ગ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મયુદિનભાઇ સૈયદ તથા અરજણભાઈ કોડીયાતર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે જામનગર શહેરમાં જી.જી.હોસ્પીટલ સામે રોડ ઉપરથી ચોરી કરનાર ઇસમ રવિ કાનજીભાઈ રામજીભાઇ ગોહીલ જાતે પ્રજાપતી ઉ.વ.૩૮ ધંધો ડ્રાઇવિંગ રહે.ગોકુલનગર પ્રજાપતી સોસાયટી હરસિધ્ધી પાનની બાજુમાં જામનગર વાળો સીટી બી ડીવી પો.સ્ટે. ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૯૨૬૦૦૦૫/૨૦૨૬ બી.અને એસ. કલમ ૩૦૩(૨) મુજબના કામે બજાજ ડીસ્કવર મોટર સાયકલ ના નં-જી.જે.૧૦ બી.એલ.૧૫૩૮ નું કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ એ.એસ.આઈ.ભરતભાઈ ડાંગરએ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સીટી બી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોના, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા. ઘનશ્યામભાઇ ડેરવાળીયા. ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
