પાટણવાવ ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી ‘‘ઓસમ આરોહણ - અવરોહણ'' સ્પર્ધા
ભાઈઓમાં પ્રથમ નંબરે મારવાણીયા વિહાર ૯.૪૨ તેમજ બહેનોમાં બાવળીયા ત્રિશા ૧૨.૧૧ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિવિધ જિલ્લાના ૪૨૩ સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યઃુ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨.૩૪ લાખના ઈનામ વિતરણ કરાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ: તા.૩, ધોરાજીના પવિત્ર યાત્રાધામ પાટણવાવ ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી ‘‘ઓસમ આરોહણ - અવરોહણ'' સ્પર્ધામાં વિવિધ જિલ્લાના ૪૨૩ સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યુ
ઓસમ ડુંગરની ગોદમાં જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉમંગ અને ઉત્સાહ સાથે પાંચમી ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો. ૨૦ વિજેતાઓને રૂ.૨.૩૪ લાખના ઈનામથી મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.
યુવા અને સાંસ્કળતિક પ્રવુતિઓ વિભાગ - ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે છઠ્ઠી ‘‘ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધા''નું આયોજન કરાયુ હતું,
આ સ્પર્ધામાં ભાઈઓમાં ૯.૪૨ મિનિટ સાથે મારવાણીયા વિહાર પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં ૧૨.૧૧ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળીયા ત્રિશા વિજેતા થયા હતા.
પાટણવાવ ખાતે ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ સ્પર્ધકો પરત પહોંચ્યા હતા. આ તકે ધારાસભ્ય પાડલીયાએ જણાવ્યું કે, ‘‘આવનારા દસ વર્ષ એ ભારતના યુવાનોનો સમય છે. તમામ સ્પોર્ટ્સમેનને ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે સોનાનો સુરજ જોવા મળવાનો છે. આવનારા સમયમાં ગુજરાતના વર્ષ ૨૦૩૦ માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના ૧૧૨ દેશો ભાગ લેવાના છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતળત્વમાં ભારતમાં ૨૦૩૬ માં ઓલમ્પિક રમાય તેવી પણ શકયતાઓ જોવા મળી રહી છે.જે બાળકો સ્પોર્ટ્સમાં અવ્વલ છે, તેમની ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ અન્ય બાળકો કરતાં વધારે હોય છે. માતા-પિતાએ બાળકોને મોબાઇલ મુકાવીને મેદાનમાં લઈ આવવા પ્રોત્સાહન પુરૂ પાડવું જોઈએ,
વિજેતા સ્પર્ધકો આગામી દિવસોમાં ગીરનાર ખાતે યોજાનાર સ્પર્ધામા ભાગ લઈ શકશે પ્રાંત અધિકારી એ પોતાના ઉદ્વોધનમા રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો હતો તથા આવનારા સમયમાં ઓસમ ડુંગર ખાતે થનારા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.
જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરાએ શાબ્દિક સ્વાગતમાં ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મહેમાનો, ગ્રામજનો અને સ્પર્ધકોને આવકારી સ્પર્ધાની જાણકારી આપી હતી.
ખેલાડીઓને અપાયેલા ચેસ્ટ નંબર તથા રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. સ્પર્ધાનુ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં ઙ્કથમ નંબરે વિજેતા ને રૂ. ૨૫ હજાર, દ્વિતિય નંબરને રૂ.૨૦ હજાર, તળતિય નંબરને રૂ. ૧૫ હજાર એમ કુલ મળી ૧ થી ૧૦ નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.૨.૩૪ લાખના ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપલેટાની કોલેજના ફિઝિકલ એજ્યુકેશન પ્રોફેસર બુટાણી તથા ફિટનેસ કોચ પેથાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વડાલીયા ઉપપ્રમુખ રામભાઈ હેરભા, જિલ્લા સરપંચ પ્રવીણભાઈ, અગ્રણીઓ મયુરભાઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પોલીસ અને ફોરેસ્ટ વિભાગ, પી.જી.વી.સી.એલ, આરોગ્ય સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામા વિજેતા સ્પર્ધકોને પાટણવાવ ગામના અગ્રણી શિક્ષણવિદ રાજુભાઈ પેથાણી તરફથી ૫૧ હજાર રૂપિયાની રકમ દ્રારા સન્માનિત કરાયા હતા
સ્પર્ધામાં ત્રણ સ્પર્ધકોને ઈજા થઈ
છઠ્ઠી ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધા માં ત્રણ વિદ્યાર્થીઓ પડી જતા સામાન્ય એજા થઈ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
