News of Saturday, 3rd January 2026
ધોરાજીમાં જમીન માપવા પ્રશ્ને વાડીમાં ઘુસી રમેશભાઇ સુખડીયાને માર માર્યોઃ ૧૩ સામે ફરીયાદ
વાડીમાં ૯પ હજારનું નુકશાન કર્યુઃ સામા પક્ષે જયસુખભાઇ વઘાસીયાએ રમેશભાઇ સુખડીયા સામે વળતી પોલીસ ફરીયાદ કરી

રાજકોટ, તા., ૩ : ધોરાજીમાં જમીન માપવા પ્રશ્ને વાડીમાં ઘુસી જઇ વૃધ્ધ ખેડૂતને ૧૩ શખ્સોએ માર મારી ૯પ હજારનું નુકશાન કર્યાની ફરીયાદ થઇ છે. સામા પક્ષે પણ પોલીસમાં વળતી ફરીયાદ કરાઇ છે.
મળતી વિગતો મુજબ રમેશભાઇ રવજીભાઇ સુખડીયા ઉ.૬પ ધંધો ખેતી રહે. વડાલ ગામ તા. જ. જુનાગઢ એ આરોપી (૧) જયસુખભાઇ માવજીભાઇ વઘાસીયા રહે. ધોરાજી (ર) નિલેશભાઇ કાનજીભાઇ વઘાસીયા રહે. ધોરાજી (૩) જયુશભાઇ વલ્લભભાઇ વઘાસીયા રહે. ધોરાજી (૪) ભાવેશભાઇ વલ્લભભાઇ રહે. ધોરાજી (પ- વિજયભાઇ વલ્લભભાઇ વઘાસીયા રહે. ધોરાજી (૬) કેલ્વીનભાઇ વિજયભાઇ વઘાસીયા રહે. ધોરાજી (૭) આકાશ રતીલાલ વઘાીસયા રહે. જેતપુર (૮) વિજયભાઇ કુરજીભાઇ સાંકળીયા રહે. ધોરાજી (૯) કરણભાઇ દેવશીભાઇ જાદવ (૧૦) મૌલીકભાઇ ગોવિંદભાઇ જાદવ (૧૧) દિલો ટ્રેકટર રહે. ધોરાજી (૧ર) ખુશાલભાઇ હમીરભાઇ ભારાઇ તથા (૧૩) અરવિંદભાઇ માધાભાઇ મોણપરા સામે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ જમીન માપવાનું કહી આરોપીઓએ ફરીયાદીના હવાલાવાળી જમીનમાં ગેરકાયદેસર મંડળી રચી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને શાકભાજી તથા સબમર્શીબલ મોટર તથા પવા રસપ્લાયનો કેબલ તથા પાણી ખેંચવાનો ગેંડો બોરમાં ઉતારી દઇ તેમજ ફરીયાદીની જમીનમાં પડેલા કાળા પાઇપ તથા સફેદ પાઇપ તોડી નાખી અકે રૂા. ૯પ,૪૦૦ની નુકશાની કરેલ તેમજ ફરીયાદીને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે જયસુખભાઇ માવજીભાઇ વધાસીયા (ઉ.વ.પ૭) ધંધો વેપાર રહે. ધોરાજી જુનાગઢ રોડ પર બાબા પાનની સામે તા.ધોરાજી એ આરોપી રમેશભાઇ રવજીભાઇ સુખડીયા રહે. વડાલ ગામ તા. જી. જુનાગઢ સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓએ ફરીયાદીના હવાલાવાળી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ફરીયાદીને મન ફાવે તેમ ગાળો આપી હતી.
બંને ફરીયાદો અંગે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
