<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

કચ્છના નમસ્કાર જૈન તીર્થમાંથી ચોરાયેલા આભૂષણો પોલીસ દ્વારા પરત કરાયા : જૈન અગ્રણીઓ દ્વારા પૂર્વ કચ્છ એસપી અને અધિકારીઓનું સન્માન કરાયું

ટીમોએ હ્યુમન ઈન્ટેલીજન્સ, ટેકનિકલ એનાલીસીસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. "તેરા તુજકો અર્પણ" અંતર્ગત જૈન મંદિર ખાતે મુદ્દામાલ અર્પણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કચ્છના ભચાઉ સામખીયારી વચ્ચે  આવેલા નમસ્કાર જૈન દેરાસરમાંથી અજાણ્યા તસ્કરોએ જૈન મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પરથી સોના-ચાંદીના મુગટ, કુંડળ, હાર અને દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા એલસીબી ટીમ ભચાઉ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ના વડપણ હેઠળ એક  ટીમની રચના કરવામાં આવી હતી. એલસીબી પીઆઈ એન.એન ચુડાસમા અને ભચાઉ પીઆઈ એ.એ.જાડેજા પીએસઆઇ ડી.જી.પટેલ સહિત ટીમોએ હ્યુમન ઈન્ટેલીજન્સ, ટેકનિકલ એનાલીસીસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. "તેરા તુજકો અર્પણ" અંતર્ગત

આજે જૈન મંદિર ખાતે એસ.પી. સાગર બાગમારની અધ્યક્ષતામાં તીર્થના ટ્રસ્ટીગણ ચંદુભાઈ સાવલા સાથે જૈન આગેવાન જયસુખભાઇ સામખ્યારી, શ્રીવાસ્તવ, જૈન સમાજના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ હાજરીમાં રિકવર કરાયેલા તમામ ઘરેણાં જેમાં રૂ.1,10,000 ના મુલ્યના સોના-ચાંદીના 3 મુગટઅને રૂ.10,000 ની કિંમતના કાનના 6 કુંડળ પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ ના સન્માન સમારોહ દરમિયાન જૈન સમાજ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પોલીસ ની ગૌશાળા ને 1.61000/= નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગૌ સેવા માટે તત્પરતા દાખવી હતી. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(3:15 PM IST)