<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ધનુર્માસ પૂનમ-શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : 500 કિલોથી વધુ ડ્રાયફ્રૂટની શ્રી હનુમાનજી મહારાજ ઉપર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા અભિષેક વર્ષા : કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી

શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે જેથી ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવાની પરંપરા

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ધનુર્માસ પૂનમ એવમ્ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ 03-01-2026, શનિવારના રોજ દાદાના સિંહાસન અને ગર્ભગૃહને અત્યંત ભવ્ય અને પરંપરાગત "દક્ષિણી થીમ" (South Indian Theme) પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને રીયલ ડાયમંડનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. 251 કિલો ગુંદરપાક,ખજૂરપાક,અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. 

પવિત્ર ધનુર્માસ દરમિયાન સાંજે 04:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, 500 કિલોથી વધુ ડ્રાયફ્રૂટનો શ્રી હનુમાનજી મહારાજ અભિષેક વર્ષા કરાઈ દાદાની દિવ્ય સંધ્યા આરતી 06:30 કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે.

     ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.

વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે.

(10:18 PM IST)