<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

જુનાગઢના ઉપલા દાતારની જગ્‍યામાં ભાવિકોનો દર્શન કરવા ભારે ઘસારોઃ વિડીયો વાયરલ

જગ્‍યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા ભાવિકો માટે પ્રસાદ અવિરત શરૂ કરાયોઃ વિશેષ વ્‍યવસ્‍થા

જુનાગઢ: ઉપલા દાતાની ધાર્મિક જગ્યામાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો ડિસેમ્બરના આખિરમાં લોકોએ દાતાર બાપુ ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા  વીડિયોમાં ઉપલા દાતાની ધાર્મિક જગ્યા ખાતે ભાવિકોનો મોટો ધસારો આજરોજ જોવા મળ્યો હતો ફુલ ગુલાબી ઠંડી અને દાતાર બાપુના દર્શન કરવા ભાવિકો દાતારના દરબારમાં પહોંચી ગયા હતા.

જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પધારેલા તમામ ભાવિકો માટે પ્રસાદ અવિરત પણે શરૂ કરાયો હતો દાતાર ખાતે અન ક્ષેત્ર 24 કલાક ચાલુ જ છે છતાં પણ ભાવિકોનો પ્રવાહ વધતા વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને તમામ દર્શનાર્થીઓ માટે સુંદર મજાની વ્યવસ્થા દર્શન અને ભોજન પ્રસાદની ઉભી કરાઈ હતી.

નીચેથી લઈ અને ઉપર સુધી સીડી ઉપર પણ નિશુલ્ક પીવાનું પાણી ચા પાણી અને બધી વ્યવસ્થા સેવક સમુદાય દ્વારા ઊભી કરાઈ છે

(4:07 PM IST)