<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

નેગોશીએબલના ગુન્હામાં ૫ માસથી સજા થયેલ નાસતા -ફરતા આરોપીને પકડી પાડતી જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ

બાતમીના આધારે હાપા રેલવે સ્ટેશને જવાના રોડ પરથી પકડી લેવાયો

જામનગર : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા કડક સૂચના કરવામાં આવેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની  (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા અસરકારક કાર્યવાહી કરવા કડક સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાબ જામ ગ્રામ્ય વિભાગ જામનગર તથા પંચ એ ડિવી. પો.સ્ટે.ના પો. ઇન્સ. એમ.એન.શેખના માર્ગદર્શન મુજબ પંચકોષી એ ડીવી. પો.સ્ટે. ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા,
    દરમ્યાન પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના એ.એસ આઇ શોભરાજસિંહ જી જાડેજા તથા પો કોન્સ શિવરાજસિંહ કે. જાડેજા-નાઓને સંયુક્ત ખાનગીરાહે હકીકત મળેલ કે, નામદાર ૦૫ મા એડી. ચીફ, જ્યુડી. મેજી.ની કોર્ટ જામનગરના ક્રીમીનલ કેશ નં. ૭૯૪૮/૨૦૨૪ ના તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તક્સીરવાર કરાવી "છ* માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ હોય, તે આરોપી સુનીલભાઇ ભાવેશભાઇ નકુમ (રહે. રામેશ્વર ટેનામેન્ટ,ભારત ગેરેજ વીરા હાઉસ હાપા તા.જી.જામનગર વાળો)  હાલ હાપા રેલ્વે સ્ટેશન જવાના રોડ પાસે ઉભો હોવાની હકીકત મળતા, સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય, જેથી મજકુર આરોપીને હસ્તગત કરી જામનગર જીલ્લા જેલમાં મોકલવા તજવીજ કરવામાં આવેલ છે

આરોપી સુનીલભાઇ ભાવેશભાઇ નકુમ (રહે. રામેશ્વર ટેનામેન્ટ,ભારત ગેરેજ વીરા હાઉસ હાપા તા.જી.જામનગર) ને પકડી લેવાયો છે 

આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.શેખ તથા એ.એસ.આઈ. શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો.કોન્સ. શિવરાજસિંહ કિશોરસિંહ જાડેજા વિગેરે નાઓએ કરેલ છે.

(7:30 PM IST)