News of Sunday, 4th January 2026
માળીયા મિયાણામાં આઠ ચાઈનીઝ ફીરકી સાથે યુવાન ઝડપાયો.
યુવાનને ૮ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફીરકી કિંમત રૂપિયા 3200 સાથે ઝડપી લેવાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાગડિયા ઝાપ નજીકથી ચાઇનીઝ દોરીની ફીરકીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાગડીયા ઝાપા નજીકથી આરોપી રવિ ચંદુભાઈ ધામેચા રહે.ખાડી વસાહત, ખાખરેચી વાળાને ૮ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફીરકી કિંમત રૂપિયા 3200 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં ચાઈનીઝ દોરાની આ ફીરકી આરોપી લાલજીભાઇ (રહે.જેતપર તા.મોરબી વાળા ) પાસેથી ખરીદી કરી હોવાનું કબુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
