<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

કચ્છના ખીરઈ ગામે પાબુદાદાના મંદિરમાં મૂર્તિની તોડફોડથી લોકોમાં રોષ : ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માંગ : જુઓ વિડીયો

લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આવું કૃત્ય કરી ધાર્મિક લાગણી દુભાવનારા અસામાજિક તત્વોને પકડી પાડવા માંગ : પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ : આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : કચ્છના રાપર તાલુકાના ખીરઈ ગામે પાબુદાદાના પ્રાચીન મંદિરે કરાયેલ મૂર્તિની અને પાળિયાની તોડફોડ તેમ જ ચાંદીના છત્તરની ચોરીના બનાવે લોકોમાં ભારે રોષ સર્જ્યો છે. 

      આ અંગે જગુભા વેલુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.૨ જાન્યુઆરીથી ૩ જાન્યુઆરી વચ્ચે આ પ્રાચીન મંદિરમાં ઘોડેશ્વાર ચાર મૂર્તિઓ અને પાળિયાઓને ખંડિત કરી ચાંદીના છત્તરોની ચોરી કરી છે ઉપરાંત બાજુમાં આવેલ સુરાપુરાના પાળીયાને પણ ખંડિત કર્યું છે. આ બનાવની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આવું કૃત્ય કરી ધાર્મિક લાગણી દુભાવનારા અસામાજિક તત્વોને પકડી પાડવા માંગ કરી છે. આ બનાવને પગલે રાપર પીઆઈ જે.બી. બુબડીયા અને પોલીસ ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને આ બનાવની ઊંડી તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી દીધી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:38 AM IST)