<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગોંડલ ગણેશ દ્વારા યોજાયેલ રોજગાર મેળામાં પંદરસોથી વધુને રોજી મળી

પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ધડુકનું સન્‍માન કરાયું: હજારો લોકોએ ગણેશભાઈને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવીઃ માનવ મહેરામણ ઉમટી પડ્‍યો

ગોંડલ, તા.૫: ગોંડલનાં ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનાં પુત્ર યુવા અગ્રણી ગણેશભાઈ નાં જન્‍મદિવસ નિમિતે બેરોજગારોને રોજગાર મળી રહે તે હેતુથી સંગ્રામસિંહ હાઈસ્‍કૂલનાં મેદાનમાં રોજગાર મેળો તથા સન્‍માન સમારોહનું આયોજન કરાયુ હતું. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ તરીકે તાજેતર માં વરણી પામેલા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક નું ધારાસભ્‍ય સહિત ભાજપ પરીવાર દ્વારા સન્‍માન કરાયું હતુ.ઉપરાંત ગણેશભાઈને તેમનાં  ૨૭ માં જન્‍મદિવસ પ્રસંગે શહેર તાલુકાનાં આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારી મંડળો, વિવિધ સંસ્‍થાઓ, ક્ષાતિ મંડળો,નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત નાં સદસ્‍યો,સંતો મહંતો અને નગરશ્રેષ્‍ઠીઓ દ્વારા શુભેચ્‍છાઓ અપાઇ હતી.

ગોંડલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા પ્રમુખ શૈલેષભાઈ ખાતરા,ઉપપ્રમુખ જીતુભાઇ ભાલાળા,લાલભાઇ રૂપારેલીયા,અヘીનભાઇ ઠુંમર, હરિસિંહ જાડેજા તથા ૮૦ ગામનાં સરપંચો દ્વારા ૨૭ ફુટનાં ફુલહાર તથા સરસ્‍વતી માતાની ૧૦૧ કિલોની પંચધાતુ ની પ્રતિમા ભેટ અપાઇ હતી.ગોંડલ રાજવી હિમાંશુસિહ તથા કુમાર જ્‍યોતિર્મયસિંહ હવામહેલ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ સાથે યોજાયેલ રોજગાર મેળામાં ગોંડલ આસપાસ તથા હડમતાળા તથા શાપર જીઆઇડીસીનાં પચાસથી વધુ ઔધ્‍યોગિક એકમોનાં મેનેજરો તથા સ્‍ટાફ હાજર રહી કોમ્‍પ્‍યુટર, ઇલેક્‍ટ્રિકલ, એન્‍જિનિયરિંગ, લેબર, કલેરીકલ સહિત કેટેગીરી માં અરજદારો નાં ઇન્‍ટરવ્‍યુ લઇ લાયકાત મુજબ એપોઈમેન્‍ટ આપી હતી.આ વેળા કેટલાક એકમોનાં ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યાં હતાં.રોજગારી મેળવવા માટે મહીલાઓ પણ અરજદાર બની હતી.

રોજગાર મેળાને સફળ બનાવવા અગ્રણી અશોકભાઈ પીપળીયા,પ્રફુલભાઈ ટોળીયા,પાલીકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી,શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,જેકીભાઈ પરમાર સહિત યુવા ભાજપ ટીમે જહેમત ઉઠાવી હતી.

(10:52 AM IST)