તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 5th January 2026
થાનગઢમાં જોગ આશ્રમે સ્ટોર રૂમમાં લાગી આગ
સ્ટોર રૂમમાં મૂકવામાં આવેલ સાધન સામગ્રી બળીને ખાખઃ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

વઢવાણ, તા. પઃ થાનગઢ જીઆઇડીસી વિસ્તારમાં આગ લાગી તે ઘટનાને હજુ ગણતરીના દિવસો થયા છે ત્યારે બીજી થાનગઢમાં આવેલ જોગ આશ્રમ ખાતે નીચે સ્ટોર રૂમમાં આગની ઘટના બની છે જોકે નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ નિવડતા ચોટીલા થી ફાયર બ્રિગેડ બોલાવી અને ત્યારબાદ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા મહામુસીબતે કલાકો બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
પરંતુ આગ લાગવાની ઘટના બાદ પીવીસી પાઇપ તેમજ અન્ય સ્ટોર રૂમમાં પડેલી વસ્તુઓ અને વ્યાપક નુકસાન પહોંચ્યું છે વિકરાળ આગ ઉપર પાણીનો મારો ચલાવી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબુ કરવામાં આવ્યા છે જોકે આગ લાગવાની ઘટના બાદ આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આગ આગળ ન વધે અને ઓછું નુકસાન થાય તે પ્રકારના પ્રયાસો સાથે મહા મુસીબતે ફાયર બ્રિગેડની ટીમોએ આગને કાબુમાં લીધી હતી ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
