<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સૌરાષ્ટ્રમાં ઈકો કારને ટ્રક ચાલકે હડફેટે લેતા ધ્રોલના યુવાનનું કરુણ મૃત્યુ

માલધારી સમાજના આગેવાનો, પરિવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા: પરિવાર સહિત સમગ્ર ભરવાડ સમાજમાં ઘેરા શોકની લાગણી

( સંજય ડાંગર અકિલા ધ્રોલ) રાજકોટ : રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ ધ્રોલ નજીક આજે રાત્રે ઇકો કારને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા બકાભાઈ પુનાભાઈ ટોયટા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 
માલધારી સમાજના આગેવાનો, પરિવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિવાર સહિત સમગ્ર ભરવાડ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

(10:56 PM IST)