<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગઢડાથી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનુ જેતપુરમાં ભવ્ય સ્વાગત

રાત્રિ રોકાણ દરમિયાન ધારાસભ્ય જયેશ રાદડીયાની ઉપસ્થિતમાં ધર્મ સભાનુ આયોજન:સંતોનુ સન્માન:હજારો લોકો પદયાત્રામાં જોડાયા:12 તા.શોભાયાત્રા બાદ દ્વારકાધીશ મંદિરે ધજાજી મનોરથ,ધર્મ સભા બાદ સમાપન

(વિજય વસાણી દ્વારા) આટકોટ : ઞત તારીખ 2 નાં સવારે 6 કલાકે ઞઢડા (ગઢપુર)શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતેથી દ્વારકા સુધી ચાલી રહેલ પદયાત્રા ઞઈ કાલે જેતપુર પહોંચતા જેતપુર અને આજુબાજુના ઞામના હરી ભકતો દ્વારા પદયાત્રીઓનુ સવાઞત કરી ધર્મ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
લાલજી મહારાજ પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ,લાલજી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા યાત્રાનાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન,શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવની આરતિ કરી યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં પ્રારંભે અઢી હજાર હરી ભક્તો અને 500 જેટલા સ્વયંસેવકો એસ.પી. સ્વામી તથા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ ચાલતી પદયાત્રામાં જોડાયા હતા તેમજ રસ્તામાં આવતા ઞામોમાંથી રોજે રોજ હરિભક્તો જોડાઈ રહ્યા છે.
આ પદયાત્રામાં વડતાલથી ધર્મકુળ પરિવારના વહુજી મહારાજ, બચુબાશ્રી,લાલીરાજા,ભાણીબા પણ જોડાયા છે 
દરેક સ્થળે યાત્રા નિકળતાં ગામ જનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોજ ભક્તો ગામે ગામથી જોડાઇ રહ્યા છે.
સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા વ્યસન મુક્તિ આદિ જીવનની મહત્વની વાતનો સંદેશ આપતી ધર્મનાં મુલ્યોનું માર્ગદર્શન આપતી આગળ વધી રહી છે.
ઞઈ કાલે યાત્રા જેતપુર મુકામે આવી પહોંચતા જેતપુર તેમજ આજુબાજુના હરીભક્તોએ ભાવથી સ્વાગત કર્યું હતું આ સમયે જેતપુરનાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા યાત્રાનુ રાત્રી રોકાણ લેઉવા પટેલ સમાજ વાડી ખાતે રાખવામાં આવ્યુ હતુ.
ભગવાન શ્રી સ્વામિનારાયણની કર્મભૂમિથી ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભૂમિ સુધીની આ યાત્રા ઐતિહાસિક રીતે ચાલી રહી છે જેમાં રોજ ભગવાનનાં અખંડ નામ જપ સાથે નિત્ય સંતોનાં સત્સંગ અને આદિ ધર્મલાભ મેળવી રહ્યા છે
340 કી.મી ની યાત્રા આઞામી તા.12નાં દ્વારકા પહોંચી શ્રી જગત મંદિરે ભવ્ય શોભાયાત્રા બાદ ધજા રોહણ કરી ધર્મ સભાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પંદર હજાર જેટલા હરી ભક્તો ઉપસ્થિત રહેશે તેમ છપૈયા સ્વામીએ જણાવ્યુ હતુ.
આ પદયાત્રાનુ સંપુર્ણ આયોજન એસ.પી.સ્વામી અને ધનશયામ વલ્લભદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યુ છે તેઓ પણ સાથે ચાલી પદયાત્રીઓને કાંઈ મુશ્કેલી ના પડે એ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે.

(11:21 PM IST)