<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

12 જાન્યુઆરીએ મોરબીમાં ફિટનેસ વુમન્સ યોગા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન.

કેમ્પમાં એકત્ર થયેલું રક્ત મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે ફિટનેસ વુમન્સ યોગા ગ્રુપ દ્વારા ગુજરાત યોગ બોર્ડ અને બહુચર ગરબા મંડપના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


આ રક્તદાન કેમ્પનું આયોજન તારીખ 12 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 1 થી 5 કલાક દરમિયાન મહેન્દ્રનગર, રામવાડી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એકત્ર થયેલું રક્ત મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. આ સેવાકીય કાર્યક્રમના સફળ આયોજન માટે કાજલબેન આદ્રોજા, હંસાબેન રંગપરિયા, નિમિષાબેન માકડીયા, રંજનબેન શેરસિયા અને જોસનાબેન સુરાણી સહિતના આયોજકોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:33 AM IST)