<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ધોરાજીના મોટીમાંરડ ગામમાં ભાદરની પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં ઘૂસ્યા પાણી

એરંડાના ઊભા પાકમાં પાણી ભરતા એરંડાનું પાક ઢળી પડ્યો. ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો

રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટીમાંરડ ગામમાં ખેતરોમાં ભાદરની પાણીની પાઇપ લાઇનના પાણી ઘૂસ્યા છે. ભાદરની પાણીની પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ભાદરની પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે . પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા.એરંડાના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું પુષ્કળ પ્રમાણમાં એરંડાના પાકને નુકસાન થયું છે . એરંડાના ઊભા પાકમાં પાણી ભરતા એરંડાનું પાક ઢળી પડ્યો. ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે 

(1:29 PM IST)