News of Tuesday, 6th January 2026
હડમતીયા ગોલીડામાં રમતાં રમતાં એક વર્ષની નાનકી ઝેરી દવા પી ગઇઃ મોત
જીરૂમાં છાંટવાની દવાની બોટલ હાથમાં આવી ગઇ હતીઃ ખેતમજૂર પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: સરધાર નજીકના હડમતીયા ગોલીડા ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના મજૂર દંપતિની એક વર્ષની દિકરી ખેતરમાં રમતાં રમતાં ઝેરી દવા પી જતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ હડમતીયા ગોલીડામાં જયદીપભાઇની વાડીમાં રહેતાં કમલેશ ગુણેશીયાની દિકરી નાનકી (ઉ.વ.૧) તા.૨/૧ના રોજ બપોરે વાડીમાં રમતી રમતી જીરૂમાં છાંટવાની દવાની બોટલ લઇને બેસી ગઇ હતી. આ દરમિયાન માતા-પિતાનું ધ્યાન પડતાં બોટલ લઇ લીધી હતી. પરંતુ નાનકી ઉલ્ટી કરવા માંડતાં તેણી થોડી દવા પી ગયાનું જણાતાં તુરત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ ગત રાતે તેણીનું સારવાર દરમિયાન મોત થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર નાનકી એક ભાઇ અને બે બહેનમાં વચેટ હતી. આ બનાવની જાણ એ-ડિવીઝનના એએસઆઇ કૈલાસબેન સાકળીયાએ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એચ. એમ. ધરજીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
