News of Tuesday, 6th January 2026
વઢવાણ કંસારાવાડ વિસ્તારમાં દૂષિત પાણી આવતા રોષ
૩ મહિનાથી ગંભીર સમસ્યાઃ રોગચાળો ફાટી નીકળવાની દહેશત

વઢવાણ, તા. ૬: વઢવાણના કંસારાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીની પાઇપલાઇન સાથે મિશ્ર થઈ અને આવતા હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન બની ગયા છે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારની સમસ્યા છે મહાનગરપાલિકામાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ સમસ્યાનો નિવેડો ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક બાજુ સ્થાનિક લોકોને ત્રણ દિવસે પીવાનું પાણી મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે તે પણ માત્ર એક કલાક સુધી પીવાનું પાણી નળમાં આપવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં પણ કંસારાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી અને દૂષિત પાણીની પાઇપલાઇનમાં પાણી સાથે મિશ્ર થઈ અને આવતા હોવાના કારણે પાણીજન્ય રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.
તાત્કાલિક પણે કામ હાથ ધરવામાં આવે અને ફોલ્ટ શોધી અને તેનો રીપેરીંગ કામ હાથ ધરી અને ચોખ્ખું પીવાનું પાણી મહાનગરપાલિકા વઢવાણ વાસીઓને પૂરું પાડે તેવી માંગ કરવામાં આવી રહી છે ૫૦ કરોડ નાખવામાં આવ્યા તે છતાં પણ હાલાકી નો સામનો વઢવાણ વાસીઓને કરવો પડી રહ્યો છે અને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે બેદરકારી સામે સ્થાનિક લોકોએ પણ રોષ ઠાલવ્યો છે.(૬.૯)
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
