<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

અમરેલી જીલ્લામાં જુદા જુદા પાંચ અપમૃત્યું

સાવરકુંડલામાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું, મોટા બારમણમાં પરીણીતાનું એસીડ પી જતા,ધારી પ્રેમપરામાં પ્રૌઢનું નદીમાં ડુબી જતા,એમપીની કિશોરીનું આંબરડી ગામે ઝેરી દવા પી જતા, મોટી કુંકાવાવમાં વળધ્‍ધનું અકસ્‍માતે પડી જતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬:  અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. ત્‍યારે જીલ્લામાં વધુ પાંચ અપમળત્‍યુંના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.જેમાં સાવરકુંડલામાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું, મોટા બારમણમાં પરીણીતાનું એસીડ પી જતા,ધારી પ્રેમપરામાં પ્રૌઢનું નદીમાં ડુબી જતા,એમપીની કિશોરીનું આંબરડી ગામે ઝેરી દવા પી જતા, મોટી કુંકાવાવમાં વળધ્‍ધનું અકસ્‍માતે પડી જતા મોત નિપજયું હતું.

સાવરકુંડલા તાલુકાના જેસર રોડ ઉપર નંદીગ્રામ સોસાયટી રાધાક્રિષ્‍ના મંદિરની બાજુમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ બુહા ઉ.વ.૫૦ પેટની બિમારીથી કંટાળી જઈ અનાજમાં નાખવાની ઝેરી દવા પી જતા મોત નિપજયાનું ક્રિશ ઉર્ફે કિશન બાબુભાઈ બુહાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે રહેતી પરીણીતા પ્રશન્નબેન દેવકુભાઈ ઉર્ફે મુનાભાઈ વરૂ ઉ.વ.૩૨ છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક અસ્‍થિરતાની બિમારી હોય.જેનાથી કંટાળી જઈ એસીડની બોટલમાંથી એસીડ પીજતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું પતિ દેવકુભાઈ ઉર્ફે મુનાભાઈ દોશલભાઈ વરૂએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં ધારી પ્રેમપરામાં રહેતા જયંતિભાઈ મોહનભાઈ સોલંકી કોઈ અગમ્‍ય કારણોસર ઘરેથી પોતાની મેળે જતા રહેલ હોય.અને ધારી પ્રેમપરા પુલની નીચે આવેલ બાપાસીતારામના ઓટા પાસે આવેલ શેત્રુંજી નદીમાં પડી જઈ ડુબી જવાથી મોત નિપજયાનું રજનીશભાઈ જયંતિભાઈ સોલંકીએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.ચોથા બનાવમાં સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે જયસુખભાઈ વેકરીયાની વાડી પાસે નંદની દિલિપભાઈ મેડા ઉ.વ.૧૬ મુળ એમપી.અંધારામાં પાણી પીવાની જગ્‍યાએ ભુલથી બાજુમાં રહેલ ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું સુનિલ દિલિપભાઈ મેડાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. પાંચમાં બનાવમાં વડિયાના મોટી કુંકાવાવ ગામે આંબેડકર નગરમાં રહેતા રૂપાભાઈ મુળજીભાઈ લુહાર ઉ.વ.૬૦ સેન્‍ટીંગ કામની મજુરીએ હતા ત્‍યારે અકસ્‍માતે પડી જવાથી મોત. નિપજયાનું રમણીકભાઈ રૂપાભાઈ લુહારે વિડયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

 ધારીના ખીચા ગામની સીમમાંથી દાહોદની સગીરાને ભગાડી જવાઈ

ખીચા ગામની સીમમાં રમેશભાઈ ડોબરીયાની વાડીએ કામ કરતા દાહોદ જીલ્લાના શ્રમિક પરીવારની સગીરાને દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના કુંડાફળીય. ગામના અમીત રમણભાઈ પારગી નામનો શખ્‍સ ભગાડી ગયાની સગીરાના પિતાએ ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે

(1:26 PM IST)