<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

જામનગરના મોટી ખાવડી ગામે હિંસક ઢોરે આતંક મચાવ્યો હતો.જાહેર માર્ગ પર એક યુવાનને નિશાન બનાવી હડફેટે લીધો : પછાડી દઈ યુવાનને રીતસરનો મસળી નાખ્યો : જુઓ વિડિયો

બનાવના પગલે લોકો એકઠા થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી,કોઈએ ગાય ઉપર પથ્થર તો કોઈએ પાણી છાટ્યું હતું ; લોકોમાં ચિંતા પ્રસરી ગઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ :             જામનગર જિલ્લામાં રસ્તે રઝળતા ઢોરે યુવાનને હડફેટે લેતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે

         જામનગરના મોટી ખાવડી ગામે હિંસક ઢોરે આતંક મચાવ્યો હતો.જાહેર માર્ગ પર એક યુવાનને નિશાન બનાવી હડફેટે લીધો હતો.ગાયે પછાડી દઈ યુવાનને રીતસરનો મસળી નાખ્યો હતો.બનાવના પગલે લોકો એકઠા થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી.કોઈએ ગાય ઉપર પથ્થર તો કોઈએ પાણી છાટ્યું હતું.

      સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થયો છે.(તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)

(2:05 PM IST)