News of Wednesday, 7th January 2026
મોરબીની દીકરીને જામનગરના સાસરિયાઓનો ત્રાસ, દીકરીના જન્મ બાદ પતિ મારકૂટ કરતો.
પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ ઘરકામ, કરિયાવર ઓછો લાવવા બાબતે અને દીકરીનો જન્મ થતા શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના પીલુડી (વાઘપર) ખાતે હાલ પિયરમાં રહેતી દીકરીએ પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ ઘરકામ, કરિયાવર ઓછો લાવવા બાબતે અને દીકરીનો જન્મ થતા શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પીલુડી (વાઘપર) ખાતે હાલ પિયરમાં રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા (ઉ.વ.૨૬ ) એ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જાસોલીયા સોસાયટી, નવાગામ ઘેડ,જામનગર ) રહેતા તેના સાસરિયા પતિ અભયરાજસિંહ ચુડાસમા, સાસુ ભારતીબા ચુડાસમા, સસરા અનોપસિંહ ચુડાસમા અને દિયર હર્ષરાજસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું તું કે તેઓ દ્વારા ફરિયાદીને કામ બાબતે તથા કરિયાવર ઓછો લાવવા બાબતે અવાર નવા મેણા ટોણા મારવામાં આવતા હતા. ફરિયાદીને દીકરીને જન્મ આપ્યા બાદ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો, પતિ દ્વારા મારકૂટ પણ કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવી છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
