<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોરબી આર ટી ઓ કચેરી દ્વારા નાગરીકોની સલામતી માટે જાગૃતિ ફેલવવા કાર્યક્રમો યોજાયા.

પતંગ વિતરણ અને માર્ગ સલામતી સેમનાર યોજી લોકોને જાગૃત કરવામાં આવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી આર ટી ઓ કચેરી દ્વારા નાગરિકોની સલામતી માટે બે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પતંગ વિતરણ અને માર્ગ સલામતી સેમનાર યોજી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

     પ્રથમ RTO મોરબી દ્વારા  તા. ૦૫ ના રોજ જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજના ની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.તો RTO મોરબી દ્વારા  તા ૦૫ના રોજ માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓ ને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવેલ છે.


 

(12:24 AM IST)