News of Wednesday, 7th January 2026
મોરબીના સામાકાંઠે કમલા પાર્ક સોસાયટી પાસેના બિસ્માર રોડ મામલે સ્થાનિકોની મહાપાલિકાને રજુઆત.
સ્થાનિકોએ રસ્તા મામલે ડેપ્યુટી કમિશનરને રજુઆત કરી આ કામગીરી કરાવવાની માંગ ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે કમલા પાર્ક સોસાયટીમાં જવાનો થોડો રસ્તો બિસ્માર હાલતમાં હોય સ્થાનિકોએ આ મામલે ડેપ્યુટી કમિશનરને રજુઆત કરી આ કામગીરી કરાવવાની માંગ ઉઠાવી છે.
રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે ઋષિકેશ સ્કૂલની પાછળ આવેલ કમલા પાર્ક-1 સોસાયટીમાં અંદર આવવા માટેના મુખ્ય રસ્તામાં ઋષિકેશ સ્કૂલની બંને બાજુ આવેલ રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રસ્તાની બંને બાજુએ સિમેન્ટ રોડ બનેલ છે અને બંને બાજુનો કુલ મળીને ૧પ૦ મીટર જેવો વચ્ચેનો રસ્તો જ બાકી રહેલ છે. કમલા પાર્ક સોસાયટીની ત્રણેય શેરી મળીને અંદાજિત ૧૭૦ થી ૧૮૦ પરિવારો રહે છે. આ રસ્તાના લીધે અહીં રહેતા લોકોને આવવા-જવામાં ખૂબ હાલાકી વેઠવી પડે છે તેમજ ચોમાસાના સમયમાં ખૂબ પાણી ભરાવાની સમસ્યા રહે છે જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે જેના લીધે અહીં ના લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
