News of Wednesday, 7th January 2026
ગરીબ અને જરૂરત મંદ લોકો ની સેવા એ શ્રેષ્ઠ સેવા છે: રક્ષિત શાહ
કચ્છના મુન્દ્રાની જન સેવા સંસ્થાના માધ્યમથી સેવાકીય કર્યો દ્વારા અદાણી ગ્રુપના એક્ઝી. ડાયરેક્ટરે કરી જન્મદિવસની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : મુન્દ્રા મધ્યે સેવાકીય પ્રવૃત્તિ કરતી જન સેવા સંસ્થાના માધ્યમથી અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ના જન્મદિવસની ઉજવણી કરી હતી. જન સેવા સંસ્થા દ્વારા શહેરની ગરીબ વસાહતના બાળકો ને ગુજરાતી ભોજન સાથે વિવિધ પાંચ પ્રકાર ની મીઠાઈઓ પીરસવા માં આવી હતી
તેમજ જરૂરત મંદ પરિવારો ને જીવન વપરાશ ની રાશન કીટો નું વિતરણ કરવા માં આવ્યું હતું. આ ઉપરાંત કડકડતી ટાઢમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું.
જન સેવા સંસ્થાના સંયોજક અને યુવા પત્રકાર રાજ સંઘવી એ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર નો જન સેવા ને સેવાકીય પ્રવૃતિઓ માટે સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે. હજી ત્રણ દિવસ સુધી જીવદયાની પ્રવૃત્તિ હાથ ધરાશે. રક્ષિતભાઈ દ્વારા ભારે વરસાદની સીઝનમાં કાચા ઝુપડામાં રહેનારાઓને તાલપત્રી, ફૂડ પેકેટનું વિતરણ કરાય છે. આ ઉપરાંત દર્દીઓને મેડિકલ સહાય, ઠંડી માં ગરમ ધાબળા તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓ માટે સહયોગ મળતો રહ્યો છે. આ પ્રસંગે અદાણી મીડિયા વિભાગનાં જયદીપભાઈ શાહ અને રમેશભાઈ આયડી, અદાણી ગ્રૂપના મહેન્દ્રભાઈ સોલંકી, સામતભાઈ આહિર તેમજ હિરેન માકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જન સેવાના ભગીરથ સિંહ ઝાલા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. (તસવીરો: રાજ સંઘવી, મુન્દ્રા)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
