તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
છરી ધોકા સાથે માળીયા-સામખિયાળી હાઇવે બાનમાં લેનાર બન્ને આરોપીઓ ઝડપાયા
હાથમા લાકડાના ધોકા અને છરી રાખી વાહનો રોકાવી રોફ જમાવતા સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ ક્લિપને પગલે લાકડીયા પોલીસની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : તાજેતરમાં સોશિયલ મિડીયામા એક વિડીયો વાયરલ થયેલ જેમા સામખીયારી-માળીયા હાઇવે પર બે ઇસમો દ્વારા હાથમા લાકડાના ધોકા અને છરી રાખી વાહનો રોકાવી રોફ જમાવતા વિડીયો વાયરલ થયેલ હોય જે અનુસંધાને લાકડીયા પોલીસ દ્વારા ત્વરીત પગલા લઈ વિડીયોમા રહેલ બન્ને ઇસમો તથા થા૨ ગાડીની ઓળખ કરી બન્ને ઇસમોને છરી તથા લાકડાના ધોકા સાથે પકડી પાડી બન્ને ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. પોલીસે (૧) સિકંદર ઉર્ફે સિકલો ઇસમાઇલ ત્રાયા ઉ.વ.૨૮ ૨હે. જસાપર વાંઢ (શિકારપુર) તા.ભચાઉ
(૨) ઇમરાન ઉર્ફે ઇમલો કાસમ ત્રાયા ઉ.વ.૨૭ ૨હે. જસાપર વાંઢ (શિકારપુર) તા.ભચાઉને (૧) થાર જીપ કિ. રૂ. ૫,૦૦,૦૦૦/-, (૨) એક છરી કિ.રૂ.૦૦.૦૦/-, (૩) એક લાકડાનો ધોકો કિ.રૂ.00.00/- ને ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સિકંદર ઉર્ફે સિકલો ઈસમાઈલ ત્રાયા રહે.જસાપર વાંઢ (શિકારપુર) તા.ભચાઉ (૧) એ ડિવીઝન ગાંધીધામ, પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૬૨૩૦૭૫૭/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૧૨૦, (બી),૧૭૦,૩૯૨, ૩૯૭,૪૪૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૨)બી ડિવીઝન ભુજ પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૦૫૦૪૩૨૦-૨૨૦૪/૨૦૨૦ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ),૨૫(૧-બી) (સી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૩) સામખીયારી પો.૨સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૧૨૧૦૪૦૦/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૧૪૩,૧૪૪, ૧૪૯,૨૯૪(ખ),૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
ઇમરાન ઉર્ફે ઇમલો કાસમ ત્રાયા રહે. રહે.જસાપર વાંઢ(શિકારપુર) તા.ભચાઉ
(૧) એ ડિવીઝન ગાંધીધામ પો.સ્ટે. ગુ.૨.નં.ફસ્ટ/૦૦૪૮/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૨૩, ૩૨૪,૩૨૫, ૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૨) સામખીયારી પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૧૨૧૦૪૦૦/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૧૪૩,૧૪૪, ૧૪૯,૨૯૪(ખ),૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫, (૩) સામખીયારી, પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૧૨૪૦૦૨૫/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૨૪,૩૨૫, ૩૨૬, ૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૪) લાકડીયા પો.રટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૧૨૫૦૨૫૬/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એફ),૭૦(એ) નોંધાયેલા છે.આ બન્ને માથાભારે ઈસમોને પકડવાની કાર્યવાહી લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. (તસવીરો: મુકેશ રાજગોર, રાપર)
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
