News of Wednesday, 7th January 2026
આમરણની વિવેકાનંદ સ્કુલના ૪૭ વિદ્યાર્થીઓ ભરેલી બસને હળવદના ઘણાંદ નજીક અકસ્માતઃ સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી
આમરણ ગામે આવેલ વિવેકાનંદ સ્કૂલના ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના ૪૭ વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકો અને એક ડ્રાઇવર સહિત ૫૨ વ્યક્તિઓ હળવદના રણમાં આવ્યા હતા અને પ્રવાસ પૂર્ણ કરી પરત આમરણ જઈ રહ્યા હતા ત્યારે બસ પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતીશ્

(દીપક જાની દ્વારા) હળવદ તા.૭: હળવદ તાલુકાના ઘણાદ અને રણમલપુર વચ્ચે આજે સવારના દસેક વાગ્યાની આસપાસ મોરબીના આમરણથી પ્રવાસમાં આવેલ સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી છે. અને તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને હેમખેમ બસમાંથી બહાર કઢાવ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ વિવેકાનંદ સ્કૂલના ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના ૪૭ વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકોને એક ડ્રાઇવર મળી કુલ ૫૨ વ્યક્તિઓ હળવદના રણમાં આવ્યા હતા. આજે પ્રવાસ પૂર્ણ કરી પરત આમરણ જઈ રહ્યા હતા ત્યારે હળવદના રણમલપુર અને ઘણાદ જ વચ્ચે ઓચિંતા બસનું ટાયર નીકળી જતા આ સ્કૂલ બસ રોડ નીચે ઉતરી ગઈ હતી.
જોકે બસ વીજ પોલના સપોર્ટ થી પલટી ખાતા રહી ગઈ હતી પરંતુ વીજ પોલ પર પસાર થઈ રહેલ તાર પણ જીવંત હોય જેથી મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. સાથે જ બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને હેમખેમ સ્થાનિક લોકોએ બહાર કાઢયા હતા.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
