News of Wednesday, 7th January 2026
સુરેન્દ્રનગરમાં માર્ગ સલામતી માસ બાઇક રેલીનું આયોજન : ૧ મહિના સુધી અલગઅલગ કાર્યક્રમ

વઢવાણ, તા.૭: સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા RTO વિભાગ અને શિક્ષણ વિભાગ માર્ગ સુરક્ષા માસમાં જોડાયું છે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને અકસ્માતોમાં જે વાહન ચાલકોના જીવ જઈ રહ્યા છે તેનો દર નીચે આવે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેમાં શહેરી વિસ્તારોમાં રેલી યોજી અને વિવિધ પ્રકારના જાગળતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જ્યારે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ આરટીઓ અને શિક્ષણ વિભાગ દ્વારા માર્ગ સલામતી દાખવવા માટેની જાગળતતા આવે તે માટે શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકો સાથે સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરી શહેરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો હોય છે તે પોતે મોપેડ સહિતના અન્ય વાહનો લઇ અને શાળાએ શિક્ષણ કાર્ય માટે આવતા હોય છે ત્યારે બાળકો અકસ્માત સર્જી પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા હોય છે.
ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા આપવામાં આવતું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો જ વિદ્યાર્થીઓએ શાળાએ મોપેડ અથવા અન્ય વાહન લઈને આવું અને તમામ પ્રકારના ટ્રાફિક નિયમોનું પાલન કરવું જો વિદ્યાર્થીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર મોપેડ અથવા અન્ય વાહનો લઈ શાળાએ આવે તો શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થી ઉપર કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે જો શાળા સંચાલકો વિદ્યાર્થીઓ પર કાર્યવાહી નહીં કરે તો શિક્ષણ વિભાગ દ્વારા સંચાલકોને દંડ ફટકારવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસ દરમિયાન કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં સુરેન્દ્રનગર હેડકવોટર ડીવાયએસપી પાર્થ પરમાર શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા ટ્રાફિક પીએસઆઇ એલબીબગડા અને આરટીઓ ના અધિકારીઓ જોડાયા હતા અને ટ્રાફિક ઓવરલેસ અને માર્ગ સલામતી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
