<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

'સક્ષમ શાળા' પ્રોજેકટ હેઠળ મોરબી જીલ્લાની ૪ શાળાઓને બ્લોક કક્ષાનો એવોર્ડ

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય સતત બીજા વર્ષ પસંદગી પામી

ટંકારાઃ તા. ૭,  રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંચાલિત 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત મોરબી જિલ્લાની વધુ ચાર શાળાઓને બ્લોકકક્ષાએ 'ઓવરઓલ કેટેગરી'માં વિજેતા જાહેર કરવામાં આવી છે. શાળા દીઠ રૂ.૧૧,૦૦૦ની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી આ એવોર્ડ માટેની પસંદગી  'સક્ષમ શાળા એપ્લિકેશન' પર કરવામાં આવેલા બેઝલાઈન સર્વેના આધારે કરવામાં આવી હતી. જેમાં સી.આર.સી., બી.આર.સી. કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાની કમિટી દ્વારા શાળાઓનું ઝીણવટભર્યું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જે શાળાઓએ શૈક્ષણિક અને વહીવટી સ્તરે ૪ સ્ટાર અને ૫ સ્ટાર રેટિંગ મેળવ્યા છે, તેમને આ સન્માન માટે પાત્ર ગણવામાં આવી મોરબી જિલ્લાની જે ચાર શાળાઓને આ ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયો છે હળવદ પે સેન્ટર શાળા-૪, માળિયા મિયાણા કુંભારી પ્રાથમિક શાળા મોરબી માધાપર વાડી કન્યા શાળા ટંકારાશ્રી ઓરપેટ કન્યા વિદ્યાલય

 ઓરપેટ કન્યા વિદ્યાલયની સતત બીજા વર્ષે સિદ્ધિ ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય (સંચાલિતઃ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ) માટે આ બેવડી ખુશીનો અવસર છે. આ શાળા સતત બીજા વર્ષે 'સક્ષમ શાળા' તરીકે પસંદ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખ ી, મંત્રી , આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિધાર્થિનીઓએ મેળવેલી આ સિદ્ધિ બદલ સમગ્ર ટંકારા પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. 

(12:17 PM IST)