<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

આટકોટ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા મહિલાને ઇજા

તસ્વીરમાં ટ્રક અને બાઇક નજરે પડે છે. (તસ્વીરઃ કરશન બામટા- આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૭: આટકોટ ભાદર નદી પુલ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા થઇ હતી.

ફરીયાદી કાળુભાઇ સામતભાઇ મકવાણા ધંધો.ખેતી રહે.કાથરોટા ગત તા.૩ હું તથા મારી પત્ની તથા ભાઇની દિકરી એમ ત્રણેય સાથે કાથરોટાથી હિરો સ્પ્લેન્ડર મો.સા. જેના રજી નં.જીજે-૦૩-એમએન-૨૫૨૨ વાળુ લઇને આટકોટ ડી.બી.પટેલ છાત્રાલય વાલી મીટીંગમા જતા હતા ત્યારે આટકોટ જસદણ ચોકડી થી આગળ ભાદર નદિના પુલ પાસે પહોંચતા પાછળથી એક ટ્રક પૂર ઝડપે ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી ઠોકર મારતા ફરીયાદી તથા તેના  ભાઈની દિકરીને સામાન્ય છોલચાલ થયેલ હોય તેમજ  પત્ની કૈલાશબેનને બંન્ને પગમા ફેકચર જેવી ગંભીર ઇજા થયેલ હતી. પોલીસે ટ્રક રજી નં. જીજે-૦૭-યુયુ-૮૮૫૭ વાળાના ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(12:26 PM IST)