News of Wednesday, 7th January 2026
તળાજાના બેલા ગામે વિજતંત્રની ટીમ અને એક પરિવાર વચ્ચે બબાલ : વિજકર્મી અને મહિલા ઘાયલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: વીજ ચોરી ડામવા આવતી ટિમ આજે વહેલી સવારે તળાજા ના બેલા ગામે ચેકીંગ કરવા ગઈ હતી. અહીં ટિમ ના કર્મચારી અને એક પરિવાર ના સભ્ય વચ્ચે વિવાદ થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.તેનો દલિત પરિવાર એ ઉતરેલા બે વિડિઓ પોતે નિર્દોષ હોવાનું કહી ને મીડિયા ને આપવામાં આવ્યા હતા.ચેકીંગ મા ગયેલ વિજકર્મી અને મહિલા ને ઇજા થતાં તળાજા અને અહીંથી ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં અલંગ પોલીસ ના તાબા નું બેલા ગામ હોય પોલીસે ભાવનગર હોસ્પિટલ જઇ વિજકર્મીની ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
વીજ ચેકીંગમા જતી ટિમને વારંવાર સંઘર્ષમા ઉતરવું પડે છે. મામલો મારામારી એક બીજા પર હુમલા સુધી પહોંચે છે.આજે પણ તળાજા ના બેલા ગામે આવુજ બન્યું. બંને પક્ષે ઇજાઓના દાવાઓ સાથે તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ.જેમાં વિજકર્મી વિવેક સુખદેવભાઈ વૈરાગી ઉ.વ.૨૭ રે.અમરેલી અને સામા પક્ષે લીલીબેન ગોરધનભાઈ પડાયા ઉ.વ.૪૮ને ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. લીલીબેનના પરિવારજનોનું કહેવું હતું કે સવારે ૭ વાગ્યે આવ્યા હતા તે સમયે ઝઘડો થયો હતો. વિડિઓમા લાઈવ મારામારીના દ્રશ્ય છે જે દલિત પરિવાર એ ઉતારી વાયરલ કર્યા હતા.
બેલા ગામ તળાજા સ્થિત પીજીવીસીએલ ની કચેરી -૧ નીચે આવતી હોય સત્ય જાણવા કચેરીના મુખ્ય ઈજનેર નો મોબાઈલ સંપર્ક કરતા તેઓએ મોબાઈલ રિસીવ કરવા નું ટાળ્યું હતું.પોલીસે જણાવ્યું હતુ કે હોસ્પિટલ પર જઇ ફરિયાદ નોંધવાની રાત્રે તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત લીલીબેન પડાયા ના પતિ ગોરધનભાઈ એ જણાવ્યું હતુ કે પોતાની પત્ની કેન્સર પીડિત છે.ગઈકાલે જ સારવાર લઈ ને આવ્યા છીએ.અમો વીજચોરી કરતા નથી.બધુજ બહાર છે.અમો પર હુમલો કરી ને જ્ઞાતિ વિશે અમોને ખરાબ શબ્દો કહ્યા હતા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
