<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જૂનાગઢમાં નિશુલ્‍ક સર્વરોગ નિદાન તેમજ નિશુલ્‍ક જરૂરી દવા તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

જૂનાગઢઃ ભાવનાબેન ચિખલયા ફાઉન્‍ડેશન, ત્રિમૂર્તિ હોસ્‍પિટલ અને મહાત્‍મા ગાંધી કોલેજ ઓફ ર્નસિંગના સંલગ્ન આયોજન થી સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડો. દેવરાજ પી. ચિખલયા ના જન્‍મ દિવસ નિમિત્તે નવતર આયોજન કરવામાં આવ્‍યું. આ સર્વરોગ નિદાન કેમ્‍પ કલેક્‍ટર ઓફિસ, જિલ્લા વિકાસ અધિકારી ઓફિસ, જિલ્લા પોલીસ ઓફિસ અને જિલ્લા પંચાયત ઓફિસના અધિકારી-કર્મચારીઓને સચોટ નિદાન મળી રહે તે હેતુથી આયોજન કરાયું હતું. આ કેમ્‍પ કલેક્‍ટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જેમાં મુખ્‍ય અતિથિ જિલ્લા કલેક્‍ટર અનિલ રાણાવસિયા,  જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, S.P સુબોધ ઓડેદરા અમુભાઈ પોકિયાં દ્વારા ે કેમ્‍પને ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શુભેચ્‍છાઓ પાઠવી અને  આ દિવસ સેવા દિવસ તરીકે જાહેર કર્યો હતો.  સર્વરોગ નિદાન કેમ્‍પમાં ત્રિમૂર્તિ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ના ડો. શૈલેષ જાદવ, ડો. પ્રતીક ટાંક, ડો. ગૌરવ સોલંકી, ડો. તન્‍વી કાયા, ડો. ફોરમ ટાંક, ડો. રમ્‍યતા દયાતર, ડો. હિરેન હડીયા સાથે એકયુપ્રેશર ઉમેદગામી એ સેવા આપી હતી. આ કેમ્‍પમા઼ આશરે ૩૦૦ લોકો એ નિદાન કરાવ્‍યું હતું અને ૪૦ ઉપર બ્‍લડ ની બોટલ એકત્રિત કરી હતી ત્રિમૂર્તિ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના મેનેજીંગ ડિરેક્‍ટર ડો. ડી. પી. ચીખલીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર  કેમ્‍પની જહેમત પી. આર. ઓ. મનીષાબેન કોયાણી તેમજ નસિર્ંંગ સ્‍ટાફ તેમજ કર્મચારીગણ દ્વારા ઉઠાવાઈ હતી.

(1:26 PM IST)