News of Wednesday, 7th January 2026
જૂનાગઢમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસઃ ઉજવણીનો પ્રારંભ

જૂનાગઢ તા. ૭: કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતેથી માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે.
માર્ગ સલામતી કાર્યક્રમ- ૨૦૨૬ની સાથે જૂનાગઢ કળષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક નિયમોની અવેરનેસ પ્રસરાવવા રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
જિલ્લા કલેકટર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ આર.ટી.ઓ. તથા પોલીસ અને વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડે વિદ્યાર્થીઓને સમાજમાં ટ્રાફિકના નિયમો પાળવા માટે જાગળતિ પ્રસરાવવા માટે સંદેશાવાહક બનવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે, ખાસ ખાસ રોજિંદા જીવનમાં ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે એક હેબિટ ફોર્મેશન થાય તે પણ એટલું જ આવશ્યક છે, તેમણે લોકોની સલામતી માટે જરૂરી નિયમો પાળવા માટે સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી.
વેટરનરી કોલેજના આચાર્ય અને ડીન એસ. આર. ગડારીયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અનુસરવા માટે પ્રેરિત કરવા અને સમાજમાં ટ્રાફિક નિયમો અંગે અવેરનેસ પ્રસરવવા માટે અપીલ કરી હતી.
એઆરટીઓ એ.પી. પંચાલે જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ ઉદ્દેશ માર્ગ સલામતીનો છે, માર્ગ સલામતી સુનિヘતિ કરવા માટે જનજાગળતિ સાથે નિયમોની અમલવારી પણ એટલી જ જરૂરી છે.
નાયબ પોલીસ અધિક્ષક એ. એસ. પટણીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત માટે ટ્રાફિકના નિયમો અનુસારવાની સાથે વ્હીકલની જાળવણી રાખવી જરૂરી છે.
ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે. હુંબલે વિદ્યાર્થીઓને નવા વર્ષમાં ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે પણ એક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ૧૮ થી ૪૫ ઉંમરની વય જૂથના લોકોના એટલે કે, ર્વકિંગ અને યંગએજ લોકોના અકસ્માત થવાનું પ્રમાણ વધારે છે, તેનાથી પરિવારની સાથે દેશને પણ નુકસાન થાય છે, એક ભૂલથી જિંદગી ખોઈ બેસી એ તે વ્યાજબી નથી. પળવારની ભૂલથી માનવ જિંદગીને ગંભીર ઇજા થતી હોય છે. આ સાથે તેમણે ટ્રાફિકના નિયમો અનુસરી સાવચેતીપૂર્વક સેફ ડ્રાઇવિંગ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
આરટીઓ ઇન્સ્પેક્ટર એ.એન. પંચાલે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી વધે અકસ્માત ઘટે તે માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિકના નિયમો અનુસરવા માટે જનજાગળતિ વધારવા માટે રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.
માર્ગ સલામતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવાસી અધિક કલેકટર બી એસ બારડ સહિતના મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ માટેની રેલીને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, ઉપરાંત વેટરનરી કોલેજના જુદા જુદા વિભાગની મુલાકાત કરી, પશુ આરોગ્ય સંભાળ સહિતની વિગતોથી અવગત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, હેલ્મેટ પહેરો, લેનમાં રહો - સુરક્ષિત રહો, સીટ બેલ્ટ બાંધો, રોંગ સાઈડમાં વાહન ન ચલાવો ગતિ મર્યાદાનો ભંગ ન કરો સહિતના ટ્રાફિક નિયમો પાળવા માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન લોકોને પ્રેરિત કરાશે.
આ પ્રસંગે વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના કો ઓર્ડીનેટર ડો. એસ. વી. માવદિયાએ આભારવિધિ કરી હતી. ઉપરાંત આ પ્રસંગે વેટરનરી કોલેજના અધ્યાપક ગણ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
